ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં આગ, અનેક મહત્વના દસ્તાવેજને નુકસાન

|

Nov 09, 2021 | 12:36 PM

આગ આ ખુલ્લા વાયરોને કારણે શોર્ટ સર્કીટથી લાગી છે કે કેમ તે કારણ જાણવા વહીવટી તંત્ર દ્વારા FSLને બોલાવવામાં આવી છે.

GANDHINAGAR : ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં આગ લાગવાણી ઘટના ઘટી હતી. જિલ્લા પંચાયતની બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હતી, જો કે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લા પંચાયતના સમગ્ર બિલ્ડીંગમાં ખુલ્લા વાયર છે. વાયરિંગને લઈને અગાઉ પણ સ્ટાફ દ્વારા ફરિયાદ કરવામાં અવી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આગ આ ખુલ્લા વાયરોને કારણે શોર્ટ સર્કીટથી લાગી છે કે કેમ તે કારણ જાણવા વહીવટી તંત્ર દ્વારા FSLને બોલાવવામાં આવી છે.

દરમિયાન આગની ઘટનાની જાણ થતા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) સુરભી ગૌતમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્વીકાર્યુ કે ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં લાગેલી આગમાં અનેક મહત્વના દસ્તાવેજને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે નવા દસ્તાવેજોના રેકર્ડ ફરી મળવા શક્ય છે, જયારે જુના દસ્તાવેજ કેવી રીતે મેળવવા એ અંગે પ્રયાસ કરવામાં આવશે. આ સાથે જ બિલ્ડીંગ જૂનું હોવાથી વાયરિંગ પણ ખુલ્લું હોવાનું પણ DDOએ સ્વીકાર્યુ છે. DDOએ કહ્યું કે નવી બિલ્ડીંગ માટે પ્રપોઝલ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : સુરતમાં ફરી દુષ્કર્મની ઘટના : વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે 12 વર્ષની બાળકી સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ

આ પણ વાંચો : પીવી સિંધુએ રોમેન્ટિક સોન્ગ પર કર્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, તમે પણ જુઓ કેવી સુંદર લાગી રહી છે બેડમિન્ટન સ્ટાર

 

Next Video