વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી (Raksha Shakti University)પહોંચ્યા છે, પીએમ મોદીનું અહીં ભવ્ય સ્વાગત થયું હતું. હોલમાં ઉપસ્થિત કાર્યકરોએ અને લોકોએ મોદી-મોદીનાં નારા લગાવ્યા હતા. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, (AMIT SHAH) રાજયપાલ (Devvrat Acharya)દેવવ્રત આચાર્યએ PM MODIનું સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કર્યું છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પોતાનો વ્યાપ વધારી રહી છે : અમિત શાહ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે 2002 થી 2013 સુધી આપણા પ્રધાનમંત્રી એ સમયે મુખ્યમંત્રી હતા કે જેમણે રાજ્યમાં લો એન્ડ ઓર્ડરને એક નવો એપ્રોચ આપ્યો. મોદી જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌપ્રથમ પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટાઈઝ કરવાની કામગીરી કરી અને દેશનું પહેલું રાજ્ય ગુજરાત પોલીસ સ્ટેશન કોમ્પ્યુટરાઈઝ બન્યું હતું. તેમણે આધુનિક સોફ્ટવેર બનાવ્યું. જેમાં આજે પણ કોઈ બદલાવની જરૂરિયાત નથી. દેશમાં લો યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાનું કામ કર્યું છે.
આ સાથે હાલ યુનિવર્સિટી ખાતે પીએમ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. જયારે 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ તો 38 ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
PM MODI આજે ત્રીજો રોડ-શૉ યોજશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાવર પેક રોડ શો યથાવત છે. અમદાવાદમાં વધુ એક રોડ શો યોજાશે અને તેના માટે પોલીસ બંદોબસ્તથી લઈ ટ્રાફિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. PMનો 2 દિવસમાં ત્રીજો રોડ શો યોજાશે. જેમાં ઇન્દિરા બ્રિજથી સ્ટેડિયમ સુધી 16 પોઇન્ટ પર સ્વાગત કરાશે. નીચેના સ્થળ પર સ્વાગત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈન્દિરા બ્રિજ- તાજ હોટલ-દફનાળા-રિવરફ્રન્ટ-અમુલ કોર્નર- સર્કિટ હાઉસના પાછળ ભાગ- સુભાષ બ્રિજ કોર્નર ગાંધી આશ્રમ ગોલ્ડન હાઇટ્સ-સુધી આ રોડ-શૉ યોજાશે.
આ પણ વાંચો : Gujarat: અમદાવાદમાં PM મોદીના રોડ શોમાં કેસરીયા ટોપી બની ખાસ આકર્ષણનું કેન્દ્ર, સુરતમાં તૈયાર થઇ છે ડિઝાઈન
આ પણ વાંચો : અંબાજીમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે, સરકારે 5 કિલોમીટર લાંબા બાયપાસને આપી મંજૂરી