ગુજરાતમાં દિવાળી પૂર્વે કોરોનાના કેસમાં ઘટાડો, નવા 91 કેસ નોંધાયા

|

Oct 23, 2022 | 10:04 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona)કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 23 ઓકટોબરના રોજ કોરોનાના નવા 91 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 58 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 598 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.09 ટકા થયો છે

ગુજરાતમાં દિવાળી પૂર્વે કોરોનાના કેસમાં ઘટાડો, નવા 91 કેસ નોંધાયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona)કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 23 ઓકટોબરના રોજ કોરોનાના નવા 91 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 58 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 598 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.09 ટકા થયો છે.જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ અમદાવાદમાં 62, સુરતમાં 16, મહેસાણામાં 03, વડોદરામાં 03, રાજકોટમાં 02, વડોદરામાં 02, સુરત જિલ્લામાં 01, તાપીમાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ

કોરોના મહામારીએ ભારત સહિત આખા દેશમાં તબાહી મચાવી હતી. કોરોનાના કારણે કરોડો લોકો સંક્રમિત થયા, લાખો લોકોના મોત થયા, અનેક પરિવારો વેરવિખેર થયા અને દુનિયાભરની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થયુ. કોરોના સામે રક્ષણ માટે નિયમો અને રસીકરણનો સહારો લઈને આપણે આ મહામારી બહાર આવવામાં અમુક અંશે સફર થયા છે પણ હવે દેશમાં કોરોનાની નવી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા છે. તહેવારોના સમયમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. વધી રહેલા કેસોની ગતિને અટકાવવા માટે કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ છે.

 

Published On - 10:00 pm, Sun, 23 October 22

Next Article