બરોડા ડેરી વિવાદ મુદ્દે બુધવારે સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક

|

Sep 22, 2021 | 9:23 AM

બરોડા ડેરીના ભાવફેર મુદ્દે હોબાળો થયા બાદ ધારાસભ્ય કેતન ઈનામદાર અને અક્ષય પટેલ મંગળવારે ગાંધીનગર સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

વડોદરામાં બરોડા ડેરીમાં(Baroda Dairy)  ભાવફેરના મુદ્દે ભાજપના બે જુથ આમને સામને આવતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે(CR Paatil)  મધ્યસ્થતા કરવાની ફરજ પડી છે. જેમાં બરોડા ડેરીના ભાવફેર મુદ્દે હોબાળો થયા બાદ ધારાસભ્ય કેતન ઈનામદાર અને અક્ષય પટેલ મંગળવારે ગાંધીનગર(Gandhinagar)  સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

જેમાં આ મુદ્દે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. જ્યારે બુધવારે બરોડા ડેરીના સત્તાધીશોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. તેમજ ફરી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ડેરીના સત્તાધીશો અને નારાજ ધારાસભ્યો સાથે બેઠક થવાની છે. મંગળવારે બેઠક પૂર્ણ થયા બાદ કેતન ઈનામદારે મહત્વનું નિવેદન આપ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે આવતી કાલે ભાવફેર મુદ્દે સકારાત્મક નિર્ણય આવશે.

 

આ પણ વાંચો : ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે યથાવત રહેશે મેઘમહેર 

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

Next Video