ગુજરાતમાં કોરોનાનો ભરડો, રાજ્યના પાંચ આઇએએસ અધિકારી કોરોના સંક્રમિત

ગુજરાતમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ બાદ આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે અને રાજકુમાર બેનિવાલ કોરોના સંક્રમિત થયા છે જયારે  હરિત શુક્લ સેક્રેટરી ટુરિઝમ અને જે પી ગુપ્તા પ્રિન્સિપલ સેક્રેટરી ફાયનાન્સ પણ કોરોના પોઝિટિવ  આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાનો ભરડો, રાજ્યના પાંચ આઇએએસ અધિકારી કોરોના સંક્રમિત
Gujarat Five IAS Corona Infected (File Image)
| Edited By: | Updated on: Jan 04, 2022 | 11:20 PM

ગુજરાતમાં 04 જાન્યુઆરીના રોજ કોરોનાના નોંધાયેલા 2265 કેસે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના સંકેત આપ્યા  છે. જેમાં મંગળવારે રાજ્યમા પાંચ આઈએએસ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે.  જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ બાદ આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે અને રાજકુમાર બેનિવાલ કોરોના સંક્રમિત થયા છે.

જયારે  હરિત શુક્લ સેક્રેટરી ટુરિઝમ અને જે પી ગુપ્તા પ્રિન્સિપલ સેક્રેટરી ફાયનાન્સ પણ કોરોના પોઝિટિવ  આવ્યા છે.  આ ઉપરાંત અન્ય કેટલાક અધિકારીઓના રીપોર્ટ બુધવારે આવવાની પણ શક્યતા છે.

આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ પણ કોરોના પોઝિટિવ

કોરોના વિસ્ફોટ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.. મનોજ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે.. આજે સાંજે જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ છેલ્લા ઘણા દિવસોથી કોરોના નિયંત્રણ માટેની કામગીરીમાં રોકાયેલા છે. તેમજ તેને લગતી મોટાભાગની મિટિંગમાં પણ તે હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોરોના વેકસીનેશનની તૈયારીઓમાં પણ તેવો કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં હતા. જો કે તેવો રવિવારથી તબિયત સારી ન હોવાથી મિટિંગમાં હાજર રહ્યા ન હતા. તેમજ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આજે આવતા તેવો કોરોના પોઝિટિવ માલૂમ પડ્યા છે.

જો કે ગુજરાતના એક જ દિવસે  પાંચ આઇએએસ અધિકારી કોરોના સંક્રમિત થતાં વાઇબ્રન્ટ સમિટ  માટે  પણ  મુશ્કેલી ઉભી થઈ છે . તેમજ તેના પગલે બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક પણ રદ કરવામાં આવી છે.

ગુજરાતમાં 04 જાન્યુઆરીના રોજ કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. જ્યારે બે લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા બે કેસ નોંધાયા છે.- તેમજ રાજયના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7881 એ પહોંચી છે.

અમદાવાદમાં સૌથી વધુ 1,314 કેસ
જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1,314 કેસ, સુરતમાં 424, વડોદરામાં 94 કેસ નોંધાયા, રાજકોટમાં 57,ગાંધીનગરમાં 35, ભાવનગરમાં 22 કેસ,
જામનગરમાં 23, જૂનાગઢમાં 14 કેસ, આણંદમાં 70, કચ્છમાં 37, ખેડામાં 34 કેસ, ભરૂચમાં 26, મોરબીમાં 24, નવસારીમાં 18 કેસ, મહેસાણામાં 14, પંચમહાલમાં 14, વલસાડમાં 9 કેસ,

આ પણ વાંચો : કોરોનાની દહેશત: શકિતપીઠ અંબાજીમાં પોષી પૂનમની શોભાયાત્રા રદ કરાઇ

આ પણ વાંચો :  કોરોનાના કહેરથી હવે આ રાજ્યમાં પણ રાત્રી કફર્યુ સાથે લદાયા કડક નિયંત્રણો

 

Published On - 11:02 pm, Tue, 4 January 22