Gandhinagar : ઓફલાઈન શિક્ષણને લઈને શિક્ષણ બોર્ડનો પરિપત્ર, ઓફલાઇન શિક્ષણ માટે સંમતિ પત્ર જરૂરી

|

Jul 14, 2021 | 3:53 PM

CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓને (Education Organization) બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને કારણે છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓ એનલાઈન શિક્ષણ (Online Education) લેવાની ફરજ પડી હતી. CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનાથી 18 લાખ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી છુટકારો મળશે.

આ નિર્ણય મુજબ,આગામી 15 જુલાઈથી ધોરણ 12 સહિત પોલીટેકનિક કોલેજોને ખોલવાની મંજુરી મળી છે. જો કે કોરોના ગાઈડલાઈનનું (Guideline) પાલન કરવું ફરજીયાત રહેશે. ઉપરાંત, વર્ગમાં 50% વિદ્યાર્થીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને બાળકોના માતા પિતાની મંજુરી લેવી પણ ફરજીયાત રહેશે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પણ મરજીયાત (Optional) રાખવામાં આવી છે.

ઓફલાઈન શિક્ષણને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે મૂજબ સંમતિ પત્ર સાથે વિધાર્થીઓ ઓફલાઇન શિક્ષણમાં જોડાઈ શકશે. 50 ટકા ક્ષમતા પ્રમાણે ઑલ્ટરનેટ દિવસે વિધાર્થીઓને શિક્ષણ માટે બોલાવવાના રહેશે. શાળામાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.

Published On - 2:43 pm, Wed, 14 July 21

Next Video