ફરી એકવાર રાજ્યમાં મહિલા અનામતની માગ ઉઠી છે. આ માગ ગુજરાત વિધાનસભામાં પણ ગૂંજી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં મહિલા અનામતનો મુદ્દે ઉછાળ્યો છે. ગેનીબેન ઠાકોરે મહિલા અનામત મુદ્દે કોંગ્રેસ સરકારની પીઠ થાબડતા દાવો કર્યો કે, કોંગ્રેસની UPA સરકારના રાજમાં રાજ્યસભામાં રાજીવ ગાંધીએ મહિલા અનામતનો ખરડો લાવ્યા હતા. ગેનીબેન ઠાકોરે માગ કરી કે જો પીએમ મોદી મહિલાઓના વિકાસની વાત કરતા હોય તો તેઓએ મહિલાઓને અનામતનો ન્યાય અપાવવો જોઇએ.
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દેશભરની મહિલાઓ વતી પીએમ મોદીને મહિલા અનામત માટે રજૂઆત કરી. ગેનીબેન ઠાકોરનો તર્ક છે કે કેન્દ્રની ભાજપ સરકાર પાસે બહુમતીને પગલે સરળતાથી મહિલા અનામતને મંજૂરી મળી રહેશે. વડાપ્રધાન મહિલાઓને પ્રોત્સાહીય કરવાની વાત કરતા હોય તો અનામત આપવી પડે. અત્યારે બહુમતી વાળી સરકાર કેન્દ્રમાં છે ત્યારે મહિલાઓને અનામત આપે. હું ભારતની મહિલાઓ વતી અનામત માટે વડાપ્રધાનને રજુઆત કરું છું.
તો બીજી તરફ મહિલા અનામતની માગના ગેનીબેન ઠાકોરના નિવેદન મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ પ્રતિક્રિયા આપી. ઋષિકેશ પટેલે કટાક્ષમાં કહ્યું કે ભાજપ પહેલા કોંગ્રેસની જ સરકાર હતી. તેમણે ઉમેર્યું કે ભાજપ સરકારના રાજમાં ગ્રામ્ય સ્તરે મહિલાઓને અનામત રૂપી હક મળ્યો. તેઓએ દાવો કર્યો કે, નોકરી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામતની શરૂઆત ભાજપ સરકારે જ કરી હતી. ઋષિકેશ પટેલે કહ્યું કે ભાજપ સરકાર જ મહિલાઓના મુદ્દાઓની સતત ચિંતા કરે છે.
Published On - 4:52 pm, Fri, 17 March 23