
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા જેની ભારે અટકળો હતી આખરે તેજ થયું. કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે. બે દિવસથી અંબરીશ ડેરના ભાજપ પ્રવેશના સમાચારો વચ્ચે કોંગ્રેસ માટે સોમવાર જાણે કે અમંગળ સાબિત થયો. કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડિખમ વફાદાર નેતા અર્જૂન મોઢવાડિયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
આમ તો અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે તે સમાચાર વારંવાર આવતા હતા, પરંતુ આ વખતે અર્જુનનું નિશાન ચોક્કસ હોવાની વાત છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને અર્જૂન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે. અને કહ્યું કે સ્વેચ્છાએ રાજીનામું આપું છું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. ચાલુ વિધાનસભાના કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી અત્યાર સુધીમાં 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. કોંગ્રેસના હવે માત્ર 14 જ ધારાસભ્યો બચ્યા છે.
કોંગ્રસને એક જ દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે, પહેલા અમરેલીના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડિખમ વફાદાર નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો સાથે છોડી દીધો છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 5:16 pm, Mon, 4 March 24