Gandhinagar વાયબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારી, દિલ્હી ખાતે વિવિધ ક્ષેત્રમાં 12થી વધુ ઉદ્યોગપતિઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક

વાયબ્રન્ટ ગુજરાત 2024 ની રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 10 જાન્યુઆરી 2024 એ ગાંધીનગર ખાતે 10મુ વાયબ્રન્ટ ગુજરાત યોજવા જઇ રહ્યું છે ત્યારે આજે CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી ખાતે વિવિધ ક્ષેત્ર માં 12 થી વધુ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. સાથે જ વાયબ્રન્ટ ગુજરાતમાં આવવા આમંત્રણ આપ્યું.

Gandhinagar વાયબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારી, દિલ્હી ખાતે વિવિધ ક્ષેત્રમાં 12થી વધુ ઉદ્યોગપતિઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક
| Edited By: | Updated on: Oct 06, 2023 | 4:31 PM

વાયબ્રન્ટ ગુજરાત 2024 ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેની વચ્ચે CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી ખાતે વિવિધ ક્ષેત્ર માં 12 થી વધુ ઉદ્યોગપતિઓને મળ્યા મહત્વનુ છે કે આ બેઠક દરમ્યાન ચર્ચાયેલી વિવિધ બાબતો અંગે નજર કરીએ.

  1. સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે.કીમ સાથે આજે CM ભુપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી જેમાં સ્પષ્ટ થયું કે ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ બન્યું છે તેની વિગતો આપી હતી. ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. બીજી તરફ ડી.જે. કીમે પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. સીએમ એ તેમને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
  2. ગ્લાસવેરનું ઉત્પાદન કરતી બોરોસીલ કંપનીના મેનેજીંગ ડિરેકટર શ્રીવર ખેરૂકા સાથે બેઠક યોજીને ગુજરાતમાં તેમની ઉત્પાદન સુવિધાઓના વિસ્તરણ બાબતે ચર્ચા કરી હતી તેમજ આગામી વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું હતું.
  3. ભારતીય રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ જયા વર્મા સિન્હા સાથે મુલાકાત કરી ગુજરાતમાં આકાર લઈ રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરીને આ પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે રાજ્ય સરકાર તરફથી તમામ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
  4. મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેકટર હિસાશી ટેકુચી સાથે બેઠક યોજી જેમાં ગુજરાત, દેશના ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી રહ્યું છે તેમજ ઈકો-ફ્રેન્ડલી ગ્રીન મોબિલિટીની દિશામાં પણ અગ્રેસર હોવા અંગે ચર્ચા થઈ
  5. ‘Paytm’ ના સ્થાપક અને CEO વી. એલ શર્મા સાથે બેઠક કરી ગુજરાતના ગિફ્ટ સિટી દ્વારા દેશના અન્ય રાજ્યોમાં Paytm કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત, ગુજરાતના શહેરી વિસ્તારોમાં શેરી ફેરિયાઓ અને નાના દુકાનદારો માટે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા માટે તેમણે રાજ્યની નગરપાલિકાઓ સાથે જોડાણ કરવા અંગે પણ ચર્ચા થઈ
  6. JK Paper Ltd. કંપનીના વાઈસ ચેરમેન હર્ષ પતિ સિંઘાનિયા સાથે બેઠક કરી ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ મુદ્દે ચર્ચા થઈ જેમાં સીંઘાનિયા દ્વારા ગુજરાતમાં વધુ રોકાણ કરવા માટે તૈયારી દાખવી હતી.
  7. GR Infraprojects Ltd. ના મેનેજિંગ ડિરેકટર અજેન્દ્રકુમાર અગ્રવાલ સાથે બેઠક યોજીને ગુજરાતમાં દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, ધોલેરા SIR, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, પીએમ મિત્ર ટેક્સ્ટાઈલ પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક સહિતના અનેક લાર્જ સ્કેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે અને રાજ્યમાં લાસ્ટ માઈલ કનેક્ટિવીટીની દ્રષ્ટિએ પણ અનેક તકો ઉપલબ્ધ છે તે સંદર્ભે ચર્ચા કરી હતી.
  8. રિન્યૂએબલ એનર્જી લિમિટેડના પ્રેસિડેન્ટ આશિષ ખન્નાએ નવી દિલ્હીમાં બેઠક યોજીને ગુજરાતે તાજેતરમાં જાહેર કરેલી રીન્યુએબલ એનર્જી પોલિસીની પ્રસંશા કરી હતી અને આ પોલિસી રીન્યુએબલ એનર્જી સેકટરમાં ગુજરાતને અગ્રણી બનાવી શકે તેવી અપેક્ષા હતી.
  9. ગુજરાત રીન્યુએબલ એનર્જી હબ બનવાની પૂરી ક્ષમતા ધરાવે છે તેની ભૂમિકા આપી હતી તેમજ ટાટા પાવરને તેમના વિસ્તરણ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર યોગ્ય મદદ માટે પણ સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.
  10. ઓકિનાવા ઇ-વ્હિકલ કંપનીના સ્થાપક અને મેનેજિંગ ડિરેકટર જીતેન્દ્ર શર્માએ નવી દિલ્હી ખાતે મુલાકાત યોજીને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહક પોલિસી અને સરકારના સક્રિય સહયોગથી ઇ-વ્હિકલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટેની ઉત્સુકતા દર્શાવી હતી.
  11. મુખ્યમંત્રીએ પર્યાવરણપ્રિય ઇ-વાહનોના ઉપયોગ અને ઉત્પાદનને વેગ આપવા માટે ગુજરાતની નેમ વ્યક્ત કરતાં આગામી #VGGS2024 માં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.
  12. ‘પોલિસી બાઝાર’ કંપનીના ગ્રૂપ પ્રેસિડેન્ટ રાજીવ કુમાર ગુપ્તા સાથે મુલાકાત યોજીને ગાંધીનગરનું GIFT સિટી ફિનટેક હબ તરીકે વિકસી રહ્યું છે તે અંગે તેમજ ગુજરાત સરકારની IT/ITeS પોલિસી હેઠળ મળતા લાભો અંગે ચર્ચા કરી.
  13. ડીસીએમ શ્રીરામ કંપનીના ચેરમેન અજય શ્રીરામ સાથે નવી દિલ્હી ખાતે બેઠક

આ પણ વાંચો : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ડ્રગ્સના નેટવર્ક સહિતના મુદ્દાઓ પર થશે સમીક્ષા

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:30 pm, Fri, 6 October 23

Follow Us
Loading...
Unable to load recommendations.