
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનામાં કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 27 માર્ચના રોજ ગુજરાતમાં 301 કોરોના કેસ નોંધાયા છે.આજે અમદાવાદમાં 114,મોરબીમાં 27, સુરતમાં 27, વડોદરામાં 26, રાજકોટમાં 19, ગાંધીનગર જિલ્લામાં 18, વડોદરા જિલ્લામાં 16, અમરેલીમાં 12, બનાસકાંઠામાં 6, ભરુચમાં 6, રાજકોટ જિલ્લામાં 6, ગાંધીનગરમાં 4, મહેસાણામાં 4, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 3, કચ્છમાં 2, પોરબંદરમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, આણંદમાં 1, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત થયું નથી.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1849 થયા છે. જેમાંથી 1841 દર્દીઓ સ્ટેબલ છે અને 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે રાજ્યમાં કોરોનાથી 149 દર્દીઓ સાજા પણ થયા છે. આજે ગુજરાતમાં 664 નાગરિકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ગઈકાલે 26 માર્ચના રોજ ગુજરાતમાં 303 કોરોના કેસ નોંધાયા હતા. તે પહેલા 25 માર્ચના રોજ ગુજરાતમાં 402 કોરોના કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.
Published On - 7:28 pm, Mon, 27 March 23