Breaking News: ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નહીં, ગુજરાત બન્યુ કોરોના મુક્ત રાજ્ય

રાજ્યમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી, ગુજરાત કોરોનામુક્ત રાજ્ય બન્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી 20 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમા એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. ગુજરાતે કોરોનાને સંપૂર્ણ માત આપી છે.

Breaking News: ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નહીં, ગુજરાત બન્યુ કોરોના મુક્ત રાજ્ય
રાજ્યમાં કોરોનાનો એકપણ કેસ નહીં
| Edited By: | Updated on: Jan 16, 2023 | 6:06 PM

રાજ્યમાં કોરોનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લ ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં 20,700થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. 19 માર્ચ 2020 પછી રાજ્યમાં સતત ત્રીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 14 અને 15 જાન્યુઆરીના રોજ કોરોનાના શૂન્ય કેસ હતા. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12 થઈ હતી. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી 03 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ પણ થયું નથી.

કોરોના સામે લડવા તંત્ર સજ્જ

જો કે કોરોના સામે લડવા તંત્ર સજ્જ છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે કોવિશીલ્ડ વેક્સિનના 6500 નવા ડોઝ આવ્યા છે. જે પૈકી 200 ડોઝ મનપાએ દરેક આરોગ્યકેન્દ્રમાં ફાળવ્યા છે. કોવિશીલ્ડનો પ્રિકોશન ડોઝ આવતીકાલથી મળવાનુ શરૂ થશે. ગયા મહિને મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે કોવિશીલ્ડના ડોઝ માટે માગની કરવામાં આવી હતી.

આ પણ વાંચોગુજરાતમાં કોરોનાના વળતા પાણી, સતત બીજા દિવસે કોરોનાના શૂન્ય કેસ

કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ

અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. જેમા પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી.

કોરોના સામે લડવા તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.

કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી

રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

Published On - 5:31 pm, Mon, 16 January 23