Breaking news : ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ

|

Mar 09, 2023 | 9:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા હાજર રહ્યા હતા. ત્યારે બાદ થોડા સમય બાદ વડાપ્રધાન ગાંધીનગર પહોચ્યા હતા.

Breaking news : ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ

Follow us on

મળતી માહિતી મુજબ બુધવારના રાત્રે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક સુધી લાંબી બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ શંકરસિંહ વાઘેલાએ જુની વાતો અને યાદો તાજી કરી હતી. ગુજરાતના સમાચાર અહીં વાંચો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમએ મેચ નિહાળી

ઓસ્ટ્રોલિયાના પીએમ અલ્બાનીસ ત્રણ દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં બંને દેશના દિગ્ગજો પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ ખાસ ઉપસ્થિત રહ્યા છે. જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર સ્ટેડિયમ રંગારંગ કાર્યક્રમ અને ગીત સંગીતથી ગૂંજી ઉઠ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીસ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી સમગ્ર સ્ટેડિયમ દર્શકોથી ઉભરાયું હતું. આશરે 70,000થી વધુ દર્શકો સ્ટેડિયમમાં મેચ નિહાળવા પહોંચ્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

પીએમ મોદી સાથે શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઇ, જુની યાદો તાજી થઇ

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા સાથે પણ વડાપ્રધાને બેઠક યોજી હતી. ગુજરાત આવ્યા બાદ સૌ પ્રથમ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય બેઠક ચાલી હતી.

તેમજ શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનને હિરા બા સાથેનાં એક ફોટાને ગોલ્ડ ફ્રેમમાં વડાપ્રધાનને ભેટ આપ્યો હતો. ત્યારે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહનાં લગ્નનનો પ્રસંગ હોઈ વડાપ્રધાનને આમંત્રણ પત્રિકા આપી હતી. તેમજ પીએમને હાજર રહેવાનો આગ્રહ કર્યો હતો. તેમજ જૂની રાજકીય પરિસ્થિતિ અને અત્યારનુ પરિસ્થિતિની સામાન્ય ચર્ચા કર્યા બાદ તેઓ પોતાનાં ઘરે જવા નીકળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા હાજર રહ્યા હતા. ત્યારે બાદ થોડા સમય બાદ વડાપ્રધાન ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

Published On - 9:12 pm, Thu, 9 March 23

Next Article