Breaking News: 12મી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, ગાંધીનગર ગિફટ સિટી ખાતે આપશે હાજરી

|

May 10, 2023 | 11:25 AM

Gandhinagar: 12મી મે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે અખીલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજર આપશે. ગિફ્ટ સિટીમાં શૈક્ષિક સંઘનુ 29મું અધિવેશન આયોજિત થશે.

Breaking News: 12મી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, ગાંધીનગર ગિફટ સિટી ખાતે આપશે હાજરી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. આગામી 12મી મે એ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી અખીલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે. ગિફ્ટ સિટી ખાતે શૈક્ષિક સંઘનું 29મું અધિવેશન યોજાવાનું છે. પીએમ મોદી આ અધિવેશનમાં હાજરી આપવાના છે. આ અધિવેશનમાં1લાખથી વધુ શિક્ષકો હાજર રહેશે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિને લઈને શિક્ષકોમાં પણ ઉત્સાહનો માહોલ છે.

 

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ અગાઉ વડાપ્રધાન મોદી 25 એપ્રિલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે કરોડોના વિકાસકાર્યોની સોગાત આપશે. વડાપ્રધાન મોદી તેમના મેરેથોન પ્રવાસ અંતર્ગત સૌપ્રથમ તેમણે દાદરાનગર હવેલીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નમો મેડિકલ કોલેજનું ઉદ્દઘાટન કર્યુ હતુ.

વડાપ્રધાન મોદીએ સેલવાસમાં નિર્માણ પામેલ અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્દઘાટન કર્યુ  ત્યારબાદ તેઓ કુલ 4850 કરોડની 96 વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. સેલવાસથી વડાપ્રધાન મોદી સીધા જ દમણ રવાના થયા હતા. અહીં પીએમ મોદી સાંજે 6 વાગ્યે મેગા રોડ-શો કરશે. જે બાદ તેઓ દેવકા સી ફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો:  Karnataka Election: કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે મોદી સામે ભાષાનું ભાન ભુલ્યા, કીધુ ‘ઝેરીલો સાંપ’, વિવાદ વધ્યો તો સફાઈ આપવી પડી

સૌપ્રથમ વાત કરીએ તો નમો મેડિકલ કોલેજ વડાપ્રધાન મોદી સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપશે. જાન્યુઆરી 2019માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો. આ મેડિકલ કોલેજ મળવાથી સંઘપ્રદેશ ઉપરાંત આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘરઆંગણે જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે. જેના કારણે દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

NAMO મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ

નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 180 જેટલી કુલ મેડિકલ સીટ છે. જે પૈકી દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે 142 રિઝર્વ સીટ છે. કુલ 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજના નિર્માણ પાછળ કુલ 260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નમો મેડિકલ કોલેજમાં હોસ્ટેલ ફેસેલિટિઝ સાથે અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુવિધા સાથે સજ્જ સેન્ટ્રલ લાઇબ્રેરીની સુવિધા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:15 am, Fri, 28 April 23

Next Article