સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામ દોષી જાહેર, અન્ય 7 આરોપીઓને ગાંધીનગર સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
Gandhinagar: સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને દોષીત જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
બળાત્કાર કેસમાં આસારામ દોષી જાહેર
Follow us on
સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યો છે. આસારામ સહિત અન્ય 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં કેટલાક આરોપીઓની સુરતની આવવાની રાહ જોવાઈ રહી હતી. આથી ચુકાદો આવવામાં થોડો વિલંબ થયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
છેલ્લા 9 વર્ષથી ચાલતા આ દુષ્કર્ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે તેમનો ચુકાદો આપતા આસારામને દોષી જાહેર કર્યા છે. આ ગુનામાં આસારામને શું સજા થશે તે અંગે વકીલોની દલીલો બાદ આવતીકાલે સજા જાહેર કરવામાં આવી શકે છે. આસારામના વકીલના જણાવ્યા મુજબ ચુકાદો હાથમાં આવ્ચા બાદ તેમની હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. આ સમગ્ર કેસમાં 68 સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યા છે. આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.