ગુજરાતની 182 બેઠક પર ત્રણ દિવસનો પ્રવાસ કરશે ભાજપનાં ધારાસભ્ય, પડકારરૂપ બેઠકથી શરૂઆત કરાશે

|

Jun 03, 2022 | 3:15 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપે (BJP) એક્શન મોડમાં આવી ગઇ છે. વન ડે વન ડીસ્ટ્રીક્ટ બાદ ભાજપે હવે 182 વિધાનસભા બેઠક પર ત્રણ દિવસનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. ભાજપે તમામ વર્તમાન પ્રધાનોને

ગુજરાતની 182 બેઠક પર ત્રણ દિવસનો પ્રવાસ કરશે ભાજપનાં ધારાસભ્ય, પડકારરૂપ બેઠકથી શરૂઆત કરાશે
Gujarat BJP (Symbolic Image)

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓ (Political parties) ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે. આ તરફ ભાજપે (BJP) પણ ચૂંટણીની તબક્કાવાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ભાજપે તમામ વર્તમાન પ્રધાનોને વિવિધ જવાબદારી સોંપવાની શરૂઆત કરી દીધી છે. ભાજપના દિગ્ગજ પ્રધાનોને પ્રથમ તબક્કાના ભાગરૂપે પડકારરૂપ બેઠકો પર પ્રવાસ કરવા માટેની જવાબદારી સોંપી છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગઇ છે. વન ડે વન ડીસ્ટ્રીક્ટ બાદ ભાજપે હવે 182 વિધાનસભા બેઠક પર ત્રણ દિવસનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. ભાજપે તમામ વર્તમાન પ્રધાનોને વિવિધ ચૂંટણી લક્ષી જવાબદારીઓ સોંપી દીધી છે. જે અનુસાર ભાજપના પ્રધાનો 182 બેઠક પર પ્રવાસ કરશે. 3થી 5 જૂન દરમિયાન સરકારના પ્રધાનો પ્રવાસ કરશે. પ્રથમ તબક્કામાં ભાજપ માટે પડકારરૂપ બેઠકો પર પ્રધાનો પ્રવાસ કરશે.

આજથી જ તમામ પ્રધાનોએ પ્રવાસ કરવાનું શરુ કરી દીધુ છે. જે અંતર્ગત કોંગ્રેસનો ગઢ ગણાતી દરિયાપુર વિધાનસભાની જવાબદારી રાજેન્દ્ર ત્રિવેદીને સોંપાઈ છે. સાણંદની જો વાત કરવામાં આવે તો આ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા વિસ્તારની બેઠક છે. કોંગ્રેસ અને ભાજપ બંનેનો આ બેઠક પર દબદબો છે. ત્યારે સાણંદની જવાબદારી ઋષિકેશ પટેલને સોંપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સુરતના કામરેજ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. કામરેજમાં આમ આદમી પાર્ટીના કોર્રપોરેટર્સને લઇને અથવા તો આ વિસ્તારની સમસ્યા તે સવાલો કામરેજમાંથી આવતા હોય છે. જેથી હર્ષ સંઘવીને આ વિસ્તાર સોંપવામાં આવ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

બીજી તરફ પ્રદીપ પરમાર તાપીની એક પડકારરુપ નિઝર બેઠક પર પ્રવાસ કરશે. તો ઉમરગામની જવાબદારી નરેશ પટેલને સોંપવામાં આવી છે. એટલે કહી શકાય કે તમામ ભાજપના મંત્રીઓને કોંગ્રેસના ગઢ ગણાતી અને પડકારરુપ બેઠકો પરની જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન આ મંત્રીઓ આ વિસ્તારોની સમસ્યા શું છે તેમજ વર્તમાન સમયમાં મતદારોનો ઝુકાવ હાલ કઇ તરફનો છે તે જાણવાનો પ્રયાસ કરશે.

આ તમામ મંત્રીઓ તેમને સોંપેલા વિસ્તારોમાં પાર્ટી મીટિંગથી લઇ અહીંના શક્તિ કેન્દ્રોથી શરુઆત કરી તમામ વિધાનસભા વિસ્તારની મુલાકાત લેશે અને આ વિસ્તારનો રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપશે.

 

Next Article