ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો, સાગર રાયકા ભાજપમાં જોડાયા

|

Dec 06, 2021 | 7:48 PM

કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઇએ કહ્યું કે સાગર રાયકા ભાજપમાં જઈને પસ્તાશે.કોંગ્રેસ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નેતૃત્વમાં આગળ કામ કરશે.તો જગદીશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસ જ્યારે પણ ઊંચી આવે ત્યારે ભાજપ કાવતરા કરે છે.

ગુજરાત(Gujarat)વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને(Congress)મોટો ઝટકો લાગ્યો છે.સાગર રાયકા(Sagar Rayka)કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં(BJP)જોડાયા છે.સાગર રાયકાના ભાજપ પ્રવેશ અંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી.અને કહ્યું કે સાગર રાયકાના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને નુકસાન થશે.નુકસાનને પહોંચી વળવા કોંગ્રેસ પ્રયત્ન કરશે.

જ્યારે આ અંગે  ધારાસભ્ય રઘુ દેસાઇએ કહ્યું કે સાગર રાયકા ભાજપમાં જઈને પસ્તાશે.કોંગ્રેસ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નેતૃત્વમાં આગળ કામ કરશે.તો જગદીશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસ જ્યારે પણ ઊંચી આવે ત્યારે ભાજપ કાવતરા કરે છે.

આ પણ  વાંચો : SURAT : GST દર મુદ્દે ઉકેલ નહીં આવે તો આંદોલન કરાશે, ટેક્સટાઇલ વેપારીઓનો વિરોધ

આ પણ વાંચો :  Gram Panchayat Election : ધોરાજીનું હડમતીયા ગામ છેલ્લા ચાર ટર્મથી સમરસ, સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની આ ગ્રામ પંચાયત

Next Video