ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીને લઈ ફ્રેંકિંગ પધ્ધતિના સમય ગાળામાં વધારો

|

Apr 07, 2023 | 5:44 PM

સરકારના આ નિર્ણય અંગે વિવિધ બેંક એસોસીયેશનો દ્વારા જાહેર જનતાની સગવડતા અને સુવિધા માટે ફ્રેકિંગ પધ્ધતિ ચાલુ રાખવા રજુઆત કરી હતી. જે અંતર્ગત ફ્રેકિંગ મશીન પધ્ધતિ ચાલુ રાખવા બાબતે સરકાર દ્વારા નીતિવિષયક નિર્ણય લીધો હતો. તેમજ જાહેર જનતાની સુવિધા માટે હવે આ પધ્ધતિ 31 માર્ચ 2025 સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીને લઈ ફ્રેંકિંગ પધ્ધતિના સમય ગાળામાં  વધારો
Franking System Gujarat

Follow us on

ગુજરાતમાં લાંબા સમયથી સ્ટેમ્પ ડયુટી ચૂકવવા માટે ફ્રેન્કીંગ પધ્ધતિને સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત સરકારે હવે
સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પધ્ધતિના સમય ગાળામાં વધારો કર્યો છે. જેમાં હાલ 01 એપ્રિલ બાદ પ્રિપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો સરકાર ધ્વારા નિર્ણય કરાયો હતો. જેના લીધે દસ્તાવેજ કરાવનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેના લીધે સરકારે હવે શરતી રીતે ફ્રેન્કીંગ પધ્ધતિને તા.31.03.2025 ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. આ પૂર્વે સરકારે દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પધ્ધતિ તા.30.06.2023થી બંધ કરવા અને ત્યારબાદ કોઇપણ સંજોગોમાં મુદ્દત વધુ નહીં લંબાવવા તથા ફ્રેન્કીંગ મશીનમાં એક એપ્રિલ 2023 બાદ પ્રિપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો સરકારે નિર્ણય લીધો હતો

ફ્રેન્કીંગ મશીન પધ્ધતી ચાલુ રાખવા નિર્ણય

જ્યારે સરકારના આ નિર્ણય અંગે વિવિધ બેંક એસોસીયેશનો દ્વારા જાહેર જનતાની સગવડતા અને સુવિધા માટે ફ્રેકિંગ પધ્ધતિ ચાલુ રાખવા રજુઆત કરી હતી. જે અંતર્ગત ફ્રેકિંગ મશીન પધ્ધતિ ચાલુ રાખવા બાબતે સરકાર દ્વારા નીતિવિષયક નિર્ણય લીધો હતો. તેમજ જાહેર જનતાની સુવિધા માટે હવે આ પધ્ધતિ 31 માર્ચ 2025 સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. તેમજ હાલ ફ્રેન્કીંગ પરવાનેદારોને ફ્રેન્કીંગ મશીનમાં પ્રિપેઈડ બેલેન્સ લોડ કરી આપવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : ગોડાદરામાં શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષના બાળકનો પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

રૂપિયા 10,000 સુધીની મર્યાદામાં ફ્રેન્કીંગ કરી આપવાની શરતે મંજૂરી

ફ્રેન્કીંગ પરવાનેદારોને એક ડોક્યુમેન્ટ ઉપર ફક્ત રૂ.10,000 સુધીની મર્યાદામાં ફ્રેન્કીંગ કરી આપવાની શરતે મંજૂરી આપવામાં આવી છે અને સદર શરતનો અમલ તા 15.04.2023થી કરવાનો રહેશે. એટલે કે તારીખ 14.04.2023ના રાત્રીના 12.૦૦ વાગ્યા પછી રૂ.10000 થી વધુ રકમનું ફ્રેન્કીંગ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહિ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article