ટીમ ભૂપેન્દ્રમાં કુલ 16 પ્રધાનો, 8 કેબિનેટ, 6 રાજ્યકક્ષા, 2ને સ્વતંત્ર હવાલો, એક માત્ર મહિલાને સ્થાન

|

Dec 12, 2022 | 4:09 PM

ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે.

ટીમ ભૂપેન્દ્રમાં કુલ 16 પ્રધાનો, 8 કેબિનેટ, 6 રાજ્યકક્ષા, 2ને સ્વતંત્ર હવાલો, એક માત્ર મહિલાને સ્થાન
ગુજરાતમાં ભુપેન્દ્ર સરકારનું 16 પ્રધાનોનું મંત્રીમંડળ

Follow us on

ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા છે. આ સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.

નવા મંત્રીમંડળમાં CM સિવાય 16 સભ્ય

  1. ઋષિકેશ પટેલ
  2. કનુ દેસાઈ
  3. રાઘવજી પટેલ
  4. જગદીશ પંચાલ
  5. હર્ષ સંઘવી
  6. કુંવરજી બાવળીયા
  7. બળવંતસિંહ રાજપૂત
  8. કુબેર ડીંડોરને
  9. પરસોત્તમ સોલંકી
  10. ભાનુ બાબરીયા
  11. બચુ ખાબડ
  12. મુળુ બેરા
  13. મુકેશ પટેલ
  14. ભીખુ પરમાર
  15. પ્રફુલ પાનસેરિયા
  16. કુંવરજી હળપતિ

નવા પ્રધાન મંડળમાં નવા જુનાનો તાલમેલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી કુળના ત્રણ મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે.મધ્ય અને ઉત્તર ગુજરાતના ત્રણ ત્રણ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રુપાણી સરકારના ત્રણ જુના જોગીઓનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના એક એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યુ છે.

નવા મંત્રીમંડળમાં આઠ કેબિનેટ કક્ષાના પ્રધાન

  •  બળવંતસિહ રાજપૂત
  • કનુ દેસાઇ
  • રાધવજી પટેલ
  • ઋષિકેશ પટેલે
  • કુવરજી બાવળીયા
  • મુળુ બેરા
  • ભાનુ બાબરીયા
  • કુબેર ડિંડોર

નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન

  • પરષોત્તમ સોલંકી
  • બચુ ખાબડ
  • મુકેશ પટેલે
  • ભીખુ પરમાર
  • પ્રફુલ પાનસેરિયા
  • કુંવરજી હળપતિ

 રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આ બે મંત્રી પાસે

  • હર્ષ સંઘવી
  • જગદીશ પંચાલ

ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ છે..રાજ્યના રાજકારણની તવારીખ પર નજર કરીએ તો છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે..જેમાં નરેન્દ્ર મોદીથી માંડી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીથી માંડી ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યપ્રધાન શપથ લઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યા. જેમાં તેમણે 4 વખત શપથ લીધા..22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા.. 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યાં. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યપ્રધાાન બન્યાં છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Published On - 2:49 pm, Mon, 12 December 22

Next Article