Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

|

Mar 29, 2022 | 4:58 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી બેઠકમાં રાજ્યસભા અને લોકસભામાં સાંસદ હાજર રહ્યા હતા. જેમાં તમામ સાંસદોને પોતાની લોકસભા બેઠક વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકોમાં જનસંપર્ક કરવાની સૂચના આપી હતી.

Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી
Before the assembly elections, the PM took a class of Gujarat MPs meeting with all in Delhi

Follow us on

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat assembly elections) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ ગુજરાતનાં સાંસદો સાથે નવી દિલ્હીમાં એક બેઠક (meeting) કરી હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) તથા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી. એલ. સંતોષ હાજર રહ્યા હતા. જેમાં PM દ્વારા કેટલાક મહત્વના સૂચનો પણ ચૂંટણી માટે અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે વર્ષે ભાજપ એ ચૂંટણીમાં 182નું લક્ષ્યાંક રાખ્યું છે. તાજેતરમાં પંજાબને બાદ કરીયે તો 4 રાજ્યો માં ભાજપને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવામાં સફળતા મળી છે ત્યારે ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે સાથે જ PMનું હોમ ટાઉન છે ત્યારે ગુજરાતની ચૂંટણીને લઈને pm મોદી સતત ગુજરાતની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે આજે બેઠકમાં કેટલાક મહત્વના સૂચનો કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી બેઠકમાં રાજ્યસભા અને લોકસભામાં સાંસદ હાજર રહ્યા હતા. જેમાં તમામ સાંસદોને પોતાની લોકસભા બેઠક વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકોમાં જનસંપર્ક કરવાની સૂચના આપી હતી. સાંસદોને કોંગ્રેસના મજબૂત ગણાતા વિસ્તારોમાં જનસંપર્ક અને જાહેર કાર્યક્રમો કરવાનું સૂચન આપ્યું હતું. ઉપરાંત વિવિધ મોરચા અને જ્ઞાતિઓના સંમેલન કરવા અને 5 વર્ષમાં રાજ્ય સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની કામગીરી સાથે લોકો વચ્ચે જવા સુચના આપી હતી.

વડાપ્રધાને સંસદોને સામાજિક અને રાજકીય સંમેલન કરવા, યુવાઓ માટે ખાસ કાર્યક્રમ કરવા અને ગરીબ અને મધ્યમ વર્ગ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના આગામી 3 મહિનામાં પુરી પાડવી પણ જણાવ્યું હતું. સાસંદોને ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત કરવા, સતત સરપંચ સંમેલન કરવા, વિસ્તારની સમસ્યાઓના ઝડપથી સમાધાન લાવવા અને વહીવટી પ્રોસેસના કારણે સામાન્ય લોકોને અગવડ ના પડે એનું ધ્યાન રાખવવા સૂચના આપી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વડાપ્રધાને સુચના આપી હતી કે તમામ લોકસભામાં સરપંચથી માંડીને પેજપ્રમુખ, mla તથા સ્થાનિક હોદ્દેદારોનું એક યુનિટ બનાવવું, સોશિયલ મીડિયાના ઉપયોગ પર ભાર મુકવા અને જાહેર કાર્યક્રમોના માધ્યમથી જનસંપર્ક કરવા તથા મહિલાઓ તથા સિનિયર સીટીઝન સાથે જનસંપર્ક માટે આયોજન ગોઠવવા ઉપરાંત 1st ટાઈમ વોટર્સની અલગ યાદી તૈયાર કરવા અને સમાજના વિવિધ વર્ગમાં પ્રબુદ્ધ લોકોને ભાજપ સાથે જોડવા સુચના આપી હતી.


આ પણ વાંચોઃ Gandhinagar: રાજ્યમાં આજથી મધ્યાહન ભોજનનો ફરીથી પ્રારંભ, શિક્ષણ પ્રધાને બાળકોને ભોજન પીરસી યોજના શરુ કરાવી

આ પણ વાંચોઃ Ahmedabad: કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં રોગચાળો વકર્યો, સૌથી વધુ બાળકો બીમાર, ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા

Next Article