રાજ્યની 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા યોજનાના 42.73 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

|

Feb 20, 2022 | 6:39 PM

આગામી 30 વર્ષની વસ્તીની પાણીની જરૂરિયાતના અંદાજોના આધારે રજૂ દરખાસ્તોને મંજૂરી, નલ સે જલ' અન્વયે 57 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. 766 કરોડ પાણી પુરવઠાના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવાયા

રાજ્યની 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા યોજનાના 42.73 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
Chief Minister Bhupendra Patel (file photo)

Follow us on

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ((Chief Minister Bhupendra Patel) એ રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી 3 નગરપાલિકા (Municipalitie) ઓ અને 1 મહાનગરપાલિકા (Municipal Corporation) માટે કુલ 42.73 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે એક જ દિવસમાં સિદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ આ નગરોમાં આગામી 30 વર્ષ એટલે કે 2051-52ની વસ્તીની પાણી માટેની જરૂરિયાતના અંદાજોના આધારે શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી આ યોજનાઓની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપી છે. ભુપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી આ નગરપાલિકાઓની વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન વગેરે પાણી પુરવઠાના વિવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ જે 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે સમગ્રતયા રૂ. 42.73 કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે તેમાં ઝાલોદ ને 14.16 કરોડ, ચલાલા માટે 3.40 કરોડ, માણસાને 4.32 અને જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન 3 માટે 2085 કરોડની રકમનો સમાવેશ થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નગરો- મહાનગરોમાં વસતા નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની આ 3 નગરપાલિકાઓ સહિત કુલ 57 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત 766 કરોડ રૂપિયા પાણી પુરવઠાના જુદા જુદા કામો માટે રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે મંજૂર કર્યા છે.

આજે મુખ્યમંત્રીએ 60 MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાધનપુર  ખાતે પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગૃપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા 60 એમ.એલ.ડી ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. નર્મદા કેનાલ આધારિત બી.કે.3(પી-2) જૂથ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા ડબલ્યુ.ટી.પી., આર.સી.સી. સંપ સહિતની વ્યવસ્થાની કામગીરીની પ્રગતિ અંગે સમિક્ષા કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી રાણકીવાવ અને મેઘમાયા મંદિરની પણ મુલાકાત લીધી

યુનેસ્કોએ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેઝ  સાઇટમાં સ્થાન પામેલી વિશ્વ વિરાસત ગુજરાતની  પાટણની રાણ કી  વાવની મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  મુલાકાત લીધી હતી. તેમણે આ રાણકી વાવ ના ઐતિહાસિક ભવ્ય વારસાની પ્રશંસા કરતા વિઝીટર બુકમાં લખ્યુ કે, આજે ઐતિહાસિક નજરાણું પાટણની રાણીની વાવને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રીએ પાટણ જિલ્લાની મુલાકાત દરમ્યાન નિર્માણાધિન વીર મેઘમાયા સ્મારકના પણ દર્શન કર્યા હતા. ગુજરાતની ઐતિહાસિક પુરાતન રાજધાની પાટણની પ્રજા, પશુ, પંખી અને પ્રકૃતિના જતન માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર મહાન શહીદ વીર મેઘમાયા મંદિર સ્મારકની આ મુલાકાત થી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૃતજ્ઞતા અનુભવી હતી. ગુજરાતના ઈતિહાસમાં અજર અમર થયેલા સામાજિક સમરસતાના પ્રતિક મહાન શહીદ વીર મેઘમાયાના ભવ્ય બલિદાનને ઉજાગર કરવા માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનાં આ ડ્રીમ પ્રોજેક્ટ અન્વયે આ ભવ્ય મંદિર અને અદ્યતન સ્મારક નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ સામે વધુ એક આક્ષેપ, ક્રાઇમ બ્રાન્ચના PSI જેબલિયાનું નિવેદન લેવાયું

આ પણ વાંચોઃ Ahmedabad : ઓફલાઇન શાળા શરૂ થતા પૂર્વે દુકાનોમાં યુનિફોર્મની ખરીદી માટે વાલીઓની ભીડ

Next Article