ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનની નિયુક્તિ

ગુજરાતના મુખ્ય મંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનની નિયુક્તિ કરવામાં આવી છે. તેવો ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા. ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ થઈ અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા.

ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનની નિયુક્તિ
K. Kailasnathan
| Edited By: | Updated on: Dec 27, 2022 | 7:20 PM

ગુજરાતના મુખ્ય મંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનની નિયુક્તિ કરવામાં આવી છે.  આ ઉપરાંત આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ.હસમુખ અઢિયાની મુખ્ય સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી છે.જ્યારે માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠોરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક કરાઇ છે.

મુખ્ય મંત્રીના મુખ્ય અગ્રસચિવ   કે.કૈલાસનાથન  ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા. ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ થઈ અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા.નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મૂક્યા.

મે 2014માં લોકસભા ચૂંટણી બાદ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને કૈલાસનાથનને એક વર્ષ સુધી પોતાના અગ્ર મુખ્ય સચિવ પદે ચાલુ રાખ્યા. મે 2015થી ફરી એક વર્ષ માટે આનંદીબેને તેમને એક્સટેન્શન આપ્યું.આનંદીબેનના રાજીનામા બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે પણ ઓગસ્ટ 2016થી પોતાના કાર્યકાળ સુધી કૈલાસનાથનને પોતાના અગ્ર મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા.

2017ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ વિજયી થયો અને ફરી એકવાર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. આ સાથે જ તેમણે પોતાના કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કૈલાસનાથનને બે વર્ષનું એક્સટેન્શન આપ્યું જે ડિસેમ્બર 2019માં પૂર્ણ થવાનું હતું. આ એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલાં જ રૂપાણીએ વધુ બે વર્ષ એટલે ડિસેમ્બર 2021 સુધી તેમનો કાર્યકાળ લંબાવી દીધો હતો.

CM ભૂપેન્દ્ર પટેલે 19 સપ્ટેમ્બરે 2021ના રોજ કે. કૈલાસનાથનની સતત 7મી વખત મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરી હતી.

મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક

આ દરમ્યાન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ.હસમુખ અઢિયાની મુખ્ય સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી છે.જ્યારે માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠોરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક કરાઇ છે.

હસમુખ અઢિયાની સફરની વાત કરીએ તો તેઓ ભારતીય વહીવટી સેવાના અધિકારી છે.કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ચુક્યા છે.તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.હસમુખ અઢિયાએ એકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી યોગ વિષયમાં પી.એચ.ડી. ધરાવે છે.

જ્યારે એસ.એસ.રાઠોરના કરિયરની વાત કરીએ તો, તેઓ ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી ચુક્યાં છે.૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માન કરાયું હતું.ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે..દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં BOT રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું હતું..

Published On - 7:08 pm, Tue, 27 December 22