ગુજરાતના નામે વધુ એક સિદ્ધિ, 6 જિલ્લાઓને રાષ્ટ્રીય કક્ષાએ ભૂમિ સન્માન એવોર્ડ એનાયત

|

Jul 18, 2023 | 4:33 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકર્ડ ડિજિટાઇઝેશન દ્વારા ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝીલી લીધું છે. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

ગુજરાતના નામે વધુ એક સિદ્ધિ, 6 જિલ્લાઓને રાષ્ટ્રીય કક્ષાએ ભૂમિ સન્માન એવોર્ડ એનાયત
Gujarat Achievment

Follow us on

Gandhinagar: ગુજરાત સરકારની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન( Bhumi Samman )એવોર્ડ માટે ગુજરાતના 3 આદિજાતિ જિલ્લા સહિત કુલ 6 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના હસ્તે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આ 6 જિલ્લાઓને ‘ભૂમિ સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’એનાયત કરાયા હતા.

વડાપ્રધાનએ સરકારી યોજનાના લાભથી છેવાડાનો કોઈપણ નાગરિક વંચિત ન રહે તે માટે વર્ષ 2022ના બજેટ પછી યોજાયેલા વેબિનાર મારફતે ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત, 3 જુલાઈ, 2023ના રોજ મંત્રી પરિષદની બેઠકમાં પણ પ્રધાનમંત્રીએ યોજનાના તમામ ઘટકોના 100 ટકા સેચ્યુરેશન માટે તેમણે આહવાન કર્યું હતું.

તેના ભાગરૂપે ડિજિટલ ટેકનોલૉજીના ઉપયોગથી જમીનના રેકોર્ડ્સની આધુનિક, સર્વગ્રાહી અને પારદર્શક સિસ્ટમ બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા પણ લોકસુખાકારીની સ્કીમથી એક પણ નાગરિક તેનાથી વંચિત ન રહી જાય તેના પર ભાર મૂકવા સૂચન કરવામાં આવ્યું છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ દિશામાં અમલી કાર્યક્રમ ‘ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ’-DILRMP હેઠળ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

તે અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક કામગીરી કરવા અંગે તમામ 6 કેટેગરીમાં સૌથી ઉચ્ચ-પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ માટે રાજ્યના 6  જિલ્લા અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકર્ડ ડિજિટાઇઝેશન દ્વારા ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝીલી લીધું છે. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે. તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે.

DILRMP યોજનાના કુલ છ અંગભૂત ઘટકો છે – 1) કમ્પ્યુટરાઈઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ (RoR), 2) ડિજિટલ ઓફ કેડસ્ટ્રલ મેપ્સ/FMBs, 3) લીન્કેજીસ ઓફ RoR વિથ કેડસ્ટ્રલ મેપ્સ, 4) કમ્પ્યુટરાઈઝેશન ઑફ રજિસ્ટ્રેશન, ૫) ઇન્ટીગ્રેશન ઑફ રજિસ્ટ્રેશન (SRO) વિથ લેન્ડ રેકોર્ડ્સ (રેવન્યુ ઓફિસ) અને 6 ) મોર્ડન રેકોર્ડ રૂમ.

આ બધા જ ઘટકોમાં 99 ટકા કે તેથી વધુ સફળતાપૂર્વક કામગીરી કરનાર રાજ્યને પ્લેટિનમ સર્ટિફિકેટ, 95 ટકાથી 99 ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી પાર પાડનાર રાજ્યોને ગોલ્ડ સર્ટિફિકેટ તથા 90 ટકાથી 95 ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી કરનારા રાજ્યોને સિલ્વર સર્ટિફિકેટ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ગુજરાતના છ જિલ્લાઓને DILRMPના બધા જ 6 ઘટકોમાં 99 ટકાથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્લેટિનમ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર વતી કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ પી. સ્વરૂપ, સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ્‍સ અને નોંધણી સર નિરીક્ષક જેનું દેવન, સેટલમેન્ટ કમિશનર એમ. એ. પંડ્યાએ આ એવૉર્ડ સ્વીકાર્યા હતા. આ ઉપરાંત, સંબંધિત જિલ્લાના કલેકટર અને જિલ્લા ટીમને પણ રાષ્ટ્રપતિ દ્વારા પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, દેશ આઝાદી કા અમૃત કાળ તરફ જઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22થી વર્ષ 2025-26 સુધી ડીઆઇએલઆરએમપી યોજના પૂર્ણ કરવા માટે વિશેષ ઝોક આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:10 pm, Tue, 18 July 23

Next Article