
AMRELI : હવે અમરેલી જિલ્લામાં હેલિકોપ્ટર, વિમાન અને એર એમ્બ્યુલન્સનું ઉત્પાદન થશે. રાજ્ય સરકારના એવિએશન વિભાગે એરો ફેયર ઈન્ક નામની ખાનગી કંપની સાથે એમઓયુ સાઈન કર્યા છે. જે મુજબ અમરેલીમાં 2 સીટર, 3 સીટર પ્લેન અન એર એમ્બ્યુલન્સનું ઉત્પાદન થશે. પ્રથમ તબક્કે કંપની કુલ 150 કરોડનું રોકાણ કરશે. જોકે કંપની કુલ 500 કરોડનું ગુજરાતમાં રોકાણ કરવાની છે. મહત્વનું છે કે, હાલ ફક્ત અમદાવાદમાં જ સ્પેર-પાર્ટ્સનું ઉત્પાદન થાય છે. પરંતુ હવે અમરેલીમાં હેલિકોપ્ટર અને નાના પ્લેન બનશે. અમરેલી ખાતે શરૂ થનાર પ્રોડક્શન યુનિટને કારણે એન્જિનિયરો તેમજ અન્ય ટેક્નિશિયનો સહિત 200થી વધુ લોકોને રોજગારી મળશે, જ્યારે 1000થી વધુ લોકોને ઈનડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે.