Gandhinagar : ઝુંડાલની પુના ઈન્ટરનેશનલ સ્કુલની મનમાની સામે આવી, RTE હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો સાથે ભેદભાવ

ગાંધીનગર જિલ્લાના ઝૂંડાલની પુના ઈન્ટરનેશલ સ્કુલ(Puna International School) વિવાદમાં આવી છે.સ્કુલ મેનેજમેન્ટ દ્રારા RTEના બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે વાલીઓએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાના પુરાવા સાથે રજૂઆત કરી છે.

Gandhinagar : ઝુંડાલની પુના ઈન્ટરનેશનલ સ્કુલની મનમાની સામે આવી, RTE હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો સાથે ભેદભાવ
Puna International School
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jul 23, 2022 | 9:49 PM

ગુજરાતના (Gujarat) ગાંધીનગર જિલ્લાના ઝૂંડાલની પુના ઈન્ટરનેશલ સ્કુલ(Puna International School) વિવાદમાં આવી છે. જેમાં સ્કુલના સંચાલકો દ્રારા આરટીઈ(RTE)હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો સાથે ભેદભાવ કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે.સ્કુલ મેનેજમેન્ટ દ્રારા RTEના બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે વાલીઓએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાના પુરાવા સાથે રજૂઆત કરી છે.વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવતા હોવાથી કેટલાક વિદ્યાર્થીઓએ સ્કુલે જવાની ના પાડે છે.બાળકોએ વાલીઓને આ વાત કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતાં વાલીઓ રોષે ભરાયા છે.

વાલીઓએ આ બાબતે સ્કુલના પ્રિન્સિપાલ અને સંચાલકોને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરી છે.પરંતુ સ્કુલના સંચાલકો કે પ્રિન્સિપાલ વાલીઓનું સાંભળવા તૈયાર નથીવાલીઓની રજૂઆત બાદ પણ સ્કુલના સંચાલકો દ્રારા આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો સાથે ભેદભાવભર્યું વર્તન યથાવત રાખવામાં આવતાં હવે વાલીઓએ આ બાબતે ગાંધીનગર ડીઈઓને લેખિત ફરિયાદ કરી છે.વાલીઓએ ડીઈઓને પુવારા સાથે આ બાબતે રજૂઆત કરી છે.આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોને અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવતા હોવાના ફોટા સાથે રજૂઆત કરી છે.

વાલીઓઓનો આક્ષેપ છે કે બાળકોને અલગ ક્લાસમાં બેસાડી એક જ કલાક અભ્યાસ કરાવાય છે.આખા દિવસમાં માત્ર એક જ કલાકનું શિક્ષણ આપવામાં આવશે.બાકીના ચારથી પાંચ કલાક બાળકો એકલા ક્લાસરૂમમાં હોય છે.આરટીઈના વિદ્યાર્થીઓને અલગ રૂમમાં બેસાડી પુરો અભ્યાસ કરાવતા નથી. સ્કુલ તરફથી બૂક્સ, નોટબૂક, યુનિફોર્મ પણ RTEના બાળકોને આપવામાં નથી આવ્યા.વાલીઓએ આ બાબતે સ્કુલના પ્રિન્સાપાલને અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ પ્રિન્સિપાલ વાલીઓને બાળકોના પ્રવેશ રદ્દ કરવાની ધમકીઓ આપે છે.RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવવાની ફરિયાદ કરી વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવાની પ્રિન્સિપાલ વાલીઓને ધમકી આપે છેત્યારે હવે વાલીઓએ આ મામલે યોગ્ય તપાસ કરી પગલાં લેવા ડીઈઓને રજૂઆત કરી છે

Published On - 9:48 pm, Sat, 23 July 22