Gujarat News: ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજીનો મોટો નિર્ણય, સમયસર રાસાયણિક ખાતર ઉપલબ્ધ કરાવવા સરકારનો નિર્ધાર

કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, સબસીડાઈઝ યુરિયા ખાતરના ઓધૌગિક વપરાશ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, આવા કૃત્યમાં સંડોવાયેલ ઉદ્યોગગૃહો, ખાતર વિક્રેતાઓ કે સામેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat News: ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજીનો મોટો નિર્ણય, સમયસર રાસાયણિક ખાતર ઉપલબ્ધ કરાવવા સરકારનો નિર્ધાર
Image Credit source: Google
| Edited By: | Updated on: May 09, 2023 | 8:01 PM

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, આગામી ખરીફ સીઝનમાં રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર અને જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને ખાતર વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા તથા સબસીડાઈઝ યુરિયા ખાતરનો ઓધૌગિક વપરાશ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આવા કૃત્યમાં સંડોવાયેલ ઉદ્યોગગૃહો, ખાતર વિક્રેતાઓ કે સામેલ અધિકારીઓ સામે પણ કડક હાથે કાર્યવાહી કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

આ પણ વાચો: Gujarati Video: ગુજરાતમાં ગરમીને લઈને પાંચ દિવસ આકરા, 10થી 14 જુન સુધી તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવના

ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા ખેતીવાડી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી ખરીફ સીઝનમાં રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર અને જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ થાય તથા ખેડૂતોના ખાતરનું ઔદ્યોગિક વપરાશમાં થતાં ડાયવર્ઝન સંદર્ભે સમીક્ષા બેઠક યોજીને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી.

જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવા પણ સુચના આપવામાં આવી

કૃષિ મંત્રી દ્વારા રાજ્યમાં આગામી ખરીફ સીઝનની રાસાયણિક ખાતરવાર જરૂરિયાત અને સપ્લાયની વિગતે સમીક્ષા કરી અને સમીક્ષાના અંતે સપ્લાય પ્લાન મુજબ અચુક અમલવારી થાય અને રાજ્યના તમામ વિસ્તારોમાં સપ્લાય પ્લાન આધારિત જરૂરી ખાતરનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવા પણ સુચના આપવામાં આવી હતી. ખેડૂતોનાં યુરીયા ખાતરનો ઓધૌગિક વપરાશ અટકાવવાનાં ભાગરૂપે ખેતીવાડી ખાતા દ્વારા યુરીયા ખાતરનો ઓધૌગિક વપરાશ કરતા તત્વો સામે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 53 FIR દાખલ કરવામાં આવી છે. જે અતર્ગત વર્ષ 2022-23માં કુલ 24 FIR દાખલ કરવામાં આવી છે.

લાંબા ગાળાનો એક્શન પ્લાન બનાવવા સુચના આપી

ચાલુ વર્ષે ખાતા દ્વારા હાથ ધરાયેલી કામગીરી પરત્વે મંત્રીએ સંતોષ વ્યક્ત કરીને ખેતી વપરાશનાં યુરીયાના થતા ડાયવર્ઝન સંદર્ભે થતી અન અધિકૃત કામગીરી પરત્વે હજુ વધુ સઘન અને ચોક્કસ વિસ્તારોને ધ્યાને લઈ સ્કોર્ડ દ્વારા કામગીરી કરવા તથા ખેડૂતોના યુરીયા ખાતરનો ઓધૌગિક વપરાશ અટકાવવા માટે લાંબા ગાળાનો એક્શન પ્લાન બનાવવા સુચના આપી હતી. આ માટે GST, GPCB, CUSTOM, HOME જેવા વિભાગો સાથે માહિતીની આપલે કરી ખાનગી વિક્રેતા, સહકારી સંસ્થાઓ જેવા કોઇપણની સંડોવણી જણાય તો તેઓના લાયસન્સ કાયમી ધોરણે અટકાવવા તથા આવા તત્વો સામે પોલીસ ફરીયાદ દાખલ કરી પ્રીવેંશન ઓફ બ્લેક મારકેટિંગના કાયદા હેઠળ કાનુની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

નિષ્કાળજી કે બેદરકારી કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહી

કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેતી વપરાશનાં યુરીયા ખાતરનું થતુ ડાઈવર્ઝનએ ગંભીર પ્રકારનું કૃત્ય છે. જેથી આ કૃત્યમાં સંકળાયેલ કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરવી તેમજ આ પ્રકારની કામગીરીમાં ખાતાનાં કોઈપણ અધિકારીની નિષ્કાળજી કે બેદરકારી કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહી અને તેવા અધિકારીની સામે પણ કડક હાથે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:59 pm, Tue, 9 May 23