GANDHINAGAR : રસીકરણનો બીજો ડોઝ લેવામાં કોઇ બાકી ન રહે તેવા પુરતા પ્રયાસો કરાશે : ઋષિકેશ પટેલ

|

Oct 21, 2021 | 4:09 PM

ભારતે માત્ર 10 મહિનામાં અશક્યને શક્ય બનાવ્યું છે. આશરે 130 કરોડની વસ્તીમાં કોરોના રસીના 100 કરોડ રસીકરણ ડોઝનો આંકડો દેશ માટે મોટી સિદ્ધિ છે. ભારતની આ સફળતાએ દુનિયાને ચોંકાવી દીધી છે.

અનેક પડકારો સાથે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના સામેની જંગ થાળી વગાડી દીપ પ્રગટાવી શરૂ કરવામાં આવી હતી. જેમાં રસી સૌથી મોટું હથિયાર બન્યું હતું. અને આ હથિયારને લોકો સુધી પહોંચાડવું ખુબજ મુશ્કેલ હતું. પરંતુ આજે દેશ રસીકરણના ડોઝનો આંકડો 100 કરોડ પાર પહોંચી ગયો છે. ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રસીકરણ અભિયાનના પડકાર અંગે વાત કરી અને સાથે વાત કરી કે, કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આ અભિયાન સફળ રહ્યું.

આખા દેશમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું જેમાં ગુજરાત પણ પાછળ નથી રહ્યું. ગુજરાતમાં 4 જિલ્લા એવા છે કે, જ્યાં 100 ટકા રસિકરણ થયું છે. તો બીજી તરફ એવા જિલ્લાની સંખ્યા પણ વધુ છે કે,જ્યાં 90 ટકાથી વધુ રસીકરણ થયું છે. ત્યારે દેશમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર થતા ગુજરાત સરકારે નક્કી કર્યું છેકે, આ કિર્તિમાનને ઉજવવામાં આવશે. અને ગુજરાતના મેડિકલ સ્ટાફ અને રસીકરણ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમનું સન્માન કરવામાં આવશે.

ભારતે માત્ર 10 મહિનામાં અશક્યને શક્ય બનાવ્યું છે. આશરે 130 કરોડની વસ્તીમાં કોરોના રસીના 100 કરોડ રસીકરણ ડોઝનો આંકડો દેશ માટે મોટી સિદ્ધિ છે. ભારતની આ સફળતાએ દુનિયાને ચોંકાવી દીધી છે. આ વિશ્વ રેકોર્ડ પાછળ દરેક ભારતીયની મહત્વની ભૂમિકા છે. વૈજ્ઞાનિકો, રસી કંપનીઓ, ડોકટરો, હેલ્થકેર કામદારોએ સખત મહેનત કરી છે, જ્યારે બીજી બાજુ સરકારની સ્પષ્ટ નીતિ, સ્પષ્ટ ઈરાદા અને સતર્કતાના પરિણામો બધાની સામે છે.

Next Video