GUJARAT : 1000 કરોડના ખર્ચે થશે બાયો ઇથેનોલ પ્લાન્ટની સ્થપના,વાર્ષિક 1500 કરોડનું ટર્નઓવર થશે

|

Dec 18, 2021 | 8:50 AM

Bio-ethanol plant in Gujarat : આ પ્લાન્ટથી વાર્ષિક 1500 કરોડનું ટર્નઓવર થશે, જ્યારે 750 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.

GUJARAT :  1000 કરોડના ખર્ચે થશે બાયો ઇથેનોલ પ્લાન્ટની સ્થપના,વાર્ષિક 1500 કરોડનું ટર્નઓવર થશે
A bio-ethanol plant will be set up in Gujarat at a cost of Rs1000 crore

Follow us on

GANDHINAGAR : ગુજરાતમાં રૂ. 1000 કરોડના ખર્ચે બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેની ક્ષમતા 500 કિલોલીટર પ્રતિ દિવસ (KLD) હશે. આ પ્લાન્ટથી વાર્ષિક 1500 કરોડનું ટર્નઓવર થશે, જ્યારે 750 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.આ સંદર્ભે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) અને ભારત સરકારના ઉપક્રમ અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. GACLના મેનેજિંગ ડિરેક્ટર (MD) મિલિંદ તોરવણે અને GAIL બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર એમ.વી. અય્યરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MOU પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને અનુરૂપ, 2050 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવા માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના હેતુથી દેશમાં ક્રૂડ તેલની આયાત ઘટાડીને વિદેશી હૂંડિયામણ બચાવી શકાય.

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

ગુજરાતમાં સ્થાપવામાં આવનાર આ બાયો ગેસ પ્લાન્ટ વડાપ્રધાનના ધ્યેયને સાબિત કરશે અને આત્મનિર્ભર ગુજરાતથી સ્વનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ બનશે. આ પ્લાન્ટ મકાઈ અને ચોખાના સ્ટ્રોનો ફીડ સ્ટોક તરીકે ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી સાથે દરરોજ 500 કિલોલીટર બાયોઈથેનોલનું ઉત્પાદન કરશે.

મુખ્યપ્રધાને કહ્યું કે ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડાને કારણે દર વર્ષે લગભગ 70 મિલિયન યુએસ ડોલરનું વિદેશી મુદ્રામાં બચત થશે. ખેડૂતો પાસેથી મોટા પાયે મકાઈની ખરીદી કરવામાં આવશે, જે તેમના માટે આવકના નવા રસ્તા ખોલશે. મકાઈ પકવતા ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિ આવશે. એમઓયુ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને ગેઇલના સીએમડી મનોજ જૈન અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : DELHI : સુપ્રીમ કોર્ટે કોવિડ મૃત્યુ સહાય અંગે રાજ્ય સરકારોને લગાવી ફટકાર

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણ વિરુદ્ધની અરજી ફગાવી હાઈકોર્ટે અરજદારોને ઝાટક્યા

Next Article