ગુજરાતમાં કોરોનાના નવા 85 કેસ, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 721 થઈ

|

Oct 05, 2022 | 10:47 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 05 ઓકટોબરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 721 થઈ છે.

ગુજરાતમાં કોરોનાના નવા 85 કેસ, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 721 થઈ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 05 ઓકટોબરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 721 થઈ છે. જયારે આજે કોરોનાથી 82 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જ્યારે આજે નોંધાયેલા કોરોનાની કેસની વાત કરીએ તો અમદાવાદમાં 23, સુરતમાં 15, વડોદરામાં 13, વડોદરા જિલ્લામાં 07, સુરત જિલ્લામાં 05, રાજકોટમાં 04, અમરેલીમાં 02, બનાસકાંઠામાં 02, ગાંધીનગરમાં 02, જામનગરમાં 02, મહેસાણામાં 02, નવસારીમાં 02, ભાવનગરમાં 01, જૂનાગઢમાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

દિવાળી જેવા તહેવારોમાં સાચવજો

દિવાળી જેવા તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તેમાં પણ તમામ પ્રકારની સાવધાની રાખવી જરુરી છે.

નિયમોનું પાલન કરો

કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.

અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ

 

Published On - 10:46 pm, Wed, 5 October 22

Next Article