ગુજરાતમાં 60 તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

|

Nov 20, 2021 | 7:51 AM

રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. એમાં પણ બટાકા માટે જાણીતા બનાસકાંઠામાં તો રવી સીઝનના વાવેતરને હજુ ગણતરીના દિવસો જ થયા છે.ત્યારે અચાનક આવેલા માવઠાંથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

અરબી સમુદ્રમાં લૉ-પ્રેસરના કારણે ગુજરાતના(Gujarat) હવામાનમાં(Weather)છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે. તેમજ સમગ્ર રાજ્યના વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ(Unseasonal Rain)પણ પડી રહ્યો છે. જેમાં શુક્રવારે રાજ્યના 60 જેટલા તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં 3.5 ઈંચ વરસાદ થયો હ. તોજ્યારે પાલનપુરમાં 3 ઈંચ, દાંતામાં 2.5 ઈંચ વરસાદ ખબક્યો હતો.

આ ઉપરાંત વડગામમાં 2.3 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કાંકરેજ, થરાદ, દિયોદર, ધાનેરામાં પણ દોઢ ઈંચ વરસાદ થયો હતો. તેમજ માવઠાના કારણે ખેડૂતોને(Farmers)મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. એમાં પણ બટાકા માટે જાણીતા બનાસકાંઠામાં તો રવી સીઝનના વાવેતરને હજુ ગણતરીના દિવસો જ થયા છે.ત્યારે અચાનક આવેલા માવઠાંથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ ઉપરાંત રાજયના અનેક માર્કેટ યાર્ડ ખેડૂતોના પડેલા તૈયાર પાકને પણ નુકશાન થયું છે.

આ પણ વાંચો : દેવ દિવાળીએ વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠ્યું

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગિફ્ટ સિટીની લેશે મુલાકાત

Next Video