આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

|

Feb 21, 2022 | 5:06 PM

ગુજરાતમાં 377 કિમીની કુલ લંબાઇ સાથેના ત્રણ પ્રોજેક્ટ્સ વડોદરા-ભરૂચ, ભરુચ-સુરત અને સુરત-દહિસરનું મુદ્રીકરણ કરીને રૂ. 18,000-20,000 કરોડ મેળવી શકાશે તેવી નેશનલ હાઈવે ઓથોરિટીને આશા છે

આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી
symbolic image

Follow us on

લોકોને ઝડપી વાહનવ્યવહારની સુવિધા મળી રહે તે માટે સરકાર હાઈવે બનાવે છે, પણ આવા હાઈવે વેચીને સરકારે હવે કમાણી કરવાની યોજના બનાવી છે. ગુજરાત (Gujarat) માં હાઇવે (highway) બનાવનાર કંપનીને આપવામાં આવેલા 15 વર્ષના કન્સેશન સમયગાળાના અંત પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આ હાઈવે પરત સોંપ્યા બાદ એસેટ મોનેટાઈઝેશન પાઈપલાઈનમાં ગુજરાતથી ત્રણ હાઈવે ફરીથી અન્ય કંપનીને વેચી દેવામાં આવશે.

હાઇવે પ્રોજેક્ટ્સના મુદ્રીકરણ (Monetisation) માંથી રૂ. 45,000 કરોડ એકત્ર કરવાના કેન્દ્રના લક્ષ્યને આગામી નાણાકીય વર્ષ દરમિયાન લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે કારણ કે આ રસ્તાઓ વધુ ટોલ કમાનારા છે. તેમ સૂત્રોએ અંગ્રેજી અખબાર TOIને જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 377 કિમીની કુલ લંબાઇ સાથેના ત્રણ પ્રોજેક્ટ્સ વડોદરા-ભરૂચ, ભરુચ-સુરત અને સુરત-દહિસરનું મુદ્રીકરણ કરીને રૂ. 18,000-20,000 કરોડ મેળવી શકાશે તેવી આશા છે.

અહેવાલ પ્રમાણે વડોદરા-ભરૂચ, ભરુચ-સુરત અને સુરત-દહિસર, આ 3 સિક્સ લેન હાઇવે પ્રોજેક્ટ્સની વર્તમાન ટોલ આવક આશરે રૂ. 1,700 કરોડ છે. NHAI આ હાઈવે 20 વર્ષ માટે આપી દેવાની બિડર્સ મંગાવાઈ છે અને સૌથી વધુ બીડ કરનારને હાઈવે આપીને પૈસા કમાવા માટે પ્રોજેક્ટ્સનું મુદ્રીકરણ કરી રહ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ (PPP)ના બિલ્ડ, ઑપરેટ અને ટ્રાન્સફર (BOT-ટોલ) મૉડલ હેઠળ NHAI દ્વારા બિડ કરવામાં આવેલા પ્રથમ કેટલાક પ્રોજેક્ટ્સમાં આનો સમાવેશ થાય છે. આ મોડલ હેઠળ પ્રથમ હાઈવે પટ્ટી લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને ગયો હતો અને તેણે લગભગ રૂ. 475 કરોડની એક વખતની ચૂકવણી કરી હતી અને અન્ય બે પ્રોજેક્ટ IRBએ મેળવ્યા હતા, જેમાં એક ચુકવણી સાથે અને બીજો આવક-વહેંચણી મોડલ પર મેળવ્યો હતો.

સુત્રોએ જણાવ્યું કે અમે કોઈ દાવા કે કાઉન્ટરક્લેઈમ વગર પ્રોજેક્ટ પાછા મેળવવાની પ્રક્રિયા સૌહાર્દપૂર્વક પૂર્ણ કરી છે. સરકારી એજન્સી અને ખાનગી કંપનીઓના હિતોનું રક્ષણ કરીને BOT-ટોલ પ્રોજેક્ટ્સનું કેવી રીતે સારી રીતે સંચાલન કરી શકાય છે તેનું પણ આ એક સફળ ઉદાહરણ છે. આ પૂર્ણ થયેલા ઓપરેશનલ પ્રોજેક્ટ્સ છે અને વર્ષોથી તેનું ટોલિંગ સ્થિર થયું છે.

તેમણે ઉમેર્યું હતું કે આ પહેલો કિસ્સો પણ છે કે જ્યાં તમામ મુદ્દાઓનું સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન કર્યા પછી નિર્ધારિત કન્સેશન (કોન્ટ્રાક્ટ) સમયગાળાના અંતે આખો કોરિડોર NHAIને પાછો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: આફ્રિકન યુવક-યુવતીના પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલમાં મળ્યુ 1.8 કિલો હેરોઇન, જાણો કેવી રીતે આ ઓપરેશન પાર પડાયુ

આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં આજથી ઓફલાઇન સુનાવણી શરૂ, વકીલોમાં ખુશીની લાગણી

Next Article