GANDHINAGAR : ગુજરાત સરકાર બે નવી એગ્રો પોલીસી લાવી રહી છે. રાજ્ય સરકારે એગ્રો GIDC તથા એગ્રો એક્સપોર્ટ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હાલમાં બન્ને પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. આ આ બંને એગ્રો પોલીસીને આગામી વિધાનસભા સત્ર દરમિયાન જાહેર કરવામાં આવશે. બન્ને પોલિસીની ખેડૂતોને ફાયદો થવાનો સરકારનો દાવો છે. આ સમગ્ર મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે TV9 સાથે ખાસ વાતચીત કરી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યના ખેડૂતોની આવક વધે, રાજ્યનો ખેડૂત સુખી અને સમૃદ્ધ થાય, ખેત ઉત્પાદોની પેદાશોની માંગ વધે, આ માટે રાજ્ય સરકારનું ખેતીવાડી ખાતુ બે પોલીસી પર ચર્ચા વિચારણા કરી રહ્યું છે. જેમાં એક એગ્રો એક્સપોર્ટ પોલીસી છે અને બીજી એગ્રો બેઝ્ડ ઈંડસ્ટ્રીયલ પોલીસી છે. આ બંને પોલીસી પર રાજ્ય સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે અને આ અંગેની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.
એગ્રો એક્સપોર્ટ પોલીસી અંગે કૃષિ મંત્રીએ કહ્યું છે એક્સપોર્ટ બેઝ્ડ જે પ્રોડક્શન હોય છે, તેને એક્સપોર્ટ કરવામાં સુવિધા મળી રહે, અને આર્થિક સહકાર મળી રહે, આ દરેક બાબતોનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. તમામા પાસાઓનો વિચાર કરીને સરકાર એગ્રો એક્સપોર્ટ પોલીસી બનાવશે.
વધુમાં તેમણે કહ્યું કે જે ખેતપેદાશોની વિદેશોમાં ડિમાન્ડ હોય, એ ખેતપેદાશો નિકાસ થઇ શકે એમ હોય આવી બાબતોને ઓળખી અને આવી ખેતપેદાશોનો વધુમાં વધુ કેવી રીતે નિકાસ થઇ શકે, અને આનો લાભ રાજ્યના ખેડૂતોને કેવી રીતે મળી શકે તેમજ નિકાસ કરવાની પ્રક્રિયામાં સરકાર વધુમાં વધુ કેવી રીતે પ્રોત્સાહન આપી શકે અને મદદ કરી શકે આ દરેક પાસાનો વિચાર કરીને ગુજરાત સરકાર એગ્રો એક્સપોર્ટ પોલીસી બનાવી રહી છે.
આ પણ વાંચો : Surat : કોર્પોરેશન તરફથી તમામ 120 કોર્પોરેટરને લેપટોપ આપ્યા, આ મુદ્દે શાસક વિપક્ષ ભાઈ-ભાઈ
આ પણ વાંચો : Paper Leak Case : સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને HCએ વચગાળાની રાહત આપી, 17 જાન્યુઆરી સુધી ધરપકડ પર રોક