રોજગારી મુદ્દે રાજકારણ ! વધતી જતી બેરોજગારીને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લીધી

રાજ્યમાં તલાટીની 3400 ભરતી માટે 17 લાખ ફોર્મ ભરાતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને રાજ્યમાં બેરોજગારીનો ભરડો હોવાનો આરોપ લગાવ્યો છે.

રોજગારી મુદ્દે રાજકારણ ! વધતી જતી બેરોજગારીને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લીધી
Congress lashes out on BJP over unemployment
| Edited By: | Updated on: Jun 08, 2022 | 9:21 AM

રાજ્યમાં બેરોજગારીનો(Unemployment)  આંકડો દિવસેને દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક સરકારી ભરતીમાં(Government recruitment)  હજારોની જગ્યા સામે લાખો ફોર્મ ભરાય છે.તાજેતરમાં તલાટી મંત્રીની 3 હજાર 400 જગ્યા સામે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે. જે એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં ચિંતાજનક સ્તરે બેરોજગારી વધી ગઈ છે. સરકારી જગ્યા માટે નિયમિત ભરતી ન થતાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.તલાટી (Talati) માટે 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે. આપણે વિગતે વાત કરીએ તો તલાટીની એક જગ્યા માટે 500 ફોર્મ ભરાયા છે,ત્યારે હાલ બેરોજગારી મામલે રાજકારણ ગરમાયુ છે.

બેરોજગારી વાર-પલટવાર

રાજ્યમાં તલાટીની 3400 ભરતી માટે 17 લાખ ફોર્મ ભરાતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને રાજ્યમાં બેરોજગારીનો ભરડો હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે(Gujarat Govt)  દાવો કર્યો કે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા રોજગારીની તકો વધારે છે.