ગાંધીનગરમાં 18થી 22 ઓક્ટોબર સુધી યોજાશે ડેફ એક્સપો 2022, ભૂમિસેના, નૌસેના અને હોમલેન્ડ સિક્યોરિટી સિસ્ટમ પરનું એશિયાનું સૌથી મોટુ પ્રદર્શન

|

Oct 14, 2022 | 10:08 PM

DefExpo 2022: ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડેફ એક્સપો 2022 યોજાવાની છે. આગામી 18થી 22 ઓક્ટોબર દરમિયાન ડેફ એક્સપોના 12 સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યુ છે. જે ભૂમિસેના, નૌસેના અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ પરનું એશિયાનું સૌથી મોટું પ્રદર્શન છે, જેમાં દેશને સંરક્ષણ ક્ષેત્રમાં ઉભરતા ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં 18થી 22 ઓક્ટોબર સુધી યોજાશે ડેફ એક્સપો 2022, ભૂમિસેના, નૌસેના અને હોમલેન્ડ સિક્યોરિટી સિસ્ટમ પરનું એશિયાનું સૌથી મોટુ પ્રદર્શન
DEFEXPO- 2022

Follow us on

ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન ડેફએક્સ્પો (DefExpo-2022)ના 12મા સંસ્કરણનું 18થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજન થશે. તે ભૂમિસેના, નૌસેના અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ પરનું એશિયાનું સૌથી મોટું પ્રદર્શન છે, જેમાં દેશને સંરક્ષણ ક્ષેત્રમાં ઉભરતા ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાન આપવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જે સંરક્ષણ ક્ષેત્રમાં સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. અત્યાર સુધી યોજાયેલા તમામ સંસ્કરણોમાંથી આ પહેલું એવું સંસ્કરણ છે, જે ફક્ત ભારતીય કંપનીઓ માટે યોજવામાં આવી રહ્યું છે અને નવી ટેકનોલોજી તેમજ ટેકનોલોજીકલ ઉકેલો લાવશે, તેમજ ભારતની સંરક્ષણ ઉત્પાદનની ક્ષમતાઓનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરશે. રાજ્ય સાથેની ભાગીદારીમાં સંરક્ષણ મંત્રાલયના પ્રયાસોથી, ડેફએક્સ્પો-2022 બે મહિનાથી ઓછા સમયમાં સોલ્ડઆઉટ ઈવેન્ટ (Event) થઈ ગઈ છે એટલે કે તેની તમામ બુકિંગ (Booking) થઇ ગયા છે, જે પોતાની રીતે એક રેકોર્ડ છે.

સંરક્ષણ સચિવ, ડૉ. અજય કુમાર, IAS તેમજ અધિક સચિવ (સંરક્ષણ ઉત્પાદન) સંજય જાજુ, IAS એ પ્રદર્શનના મુખ્ય કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓની ઑન-સાઈટ સમીક્ષા માટે 14 ઓક્ટોબર 2022ના રોજ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. ડૉ. અજય કુમારે મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MMCEC) ખાતે ડેફએક્સપો 2022માં યોજાનારી વિવિધ ઈવેન્ટ્સનું આયોજન કરવા માટેની વિવિધ વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ જોઈ હતી.

આ પહેલી ઘટના છે, જ્યાં બે સંરક્ષણ પ્રધાનોની કોન્ફરન્સ એટલે કે ભારત અને આફ્રિકા સંરક્ષણ સંવાદ સાથે સંકળાયેલી છે તેમજ IOR+કોન્ક્લેવ પણ યોજાશે, જેમાં 75+ દેશો ભાગ લેશે અને તેમાં દ્વિપક્ષીય મંત્રણાઓ સામેલ છે. તેમણે તમામ હિતધારકોને માલિકી લેવા અને છેલ્લી ઘડીએ તમામ રીતે તૈયાર રહેવા અને આ આયોજનને યાદગાર અને સફળ બનાવવા માટે નિર્દેશ આપ્યો હતો. તેમણે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે ભારતીય પેવેલિયન અને અન્ય હોલની પણ મુલાકાત લીધી, જ્યાં વિવિધ સંરક્ષણ કંપનીઓ તેમના સાધનો અને ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

સંરક્ષણ સચિવ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ મળ્યા હતા અને સંરક્ષણ મંત્રાલય વતી ડેફએક્સ્પો 2022માં આવવા માટે તેમને આમંત્રણ આપ્યું હતું. તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા અને તેમને ડેફએક્સપો 2022માં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. સંરક્ષણ સચિવે બંને મહાનુભાવોને રાજ્ય સરકાર સાથે મળીને MoD દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ વિશે માહિતી આપી હતી. તેમણે સુગમ આયોજન સુનિશ્ચિત થઈ શકે તે માટે MoD અને ગુજરાત સરકાર વચ્ચેના સંકલન અને તાલમેલની પ્રશંસા કરી હતી, જેને તેઓ સફળ ડેફએક્સપો 2022 તરીકે જોઈ રહ્યા છે.

બાદમાં, સંરક્ષણ સચિવની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જ્યાં તેમણે મીડિયાકર્મીઓને આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે ભાગ લેવાનું આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અત્યાર સુધીના સૌથી મોટા કુલ એક લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. પાંચ દિવસીય મેગા એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 1325 પ્રદર્શકોએ નોંધણી કરાવી છે, જે છેલ્લા સંસ્કરણમાં 1028 હતા તેના કરતાં વધુ છે અને સંખ્યા સતત વધી રહી છે.

ડેફએક્સ્પોનું આ સંસ્કરણ પ્રથમ વખત ચાર વેન્યૂ ફોર્મેટમાં યોજવાનું છે, જેમાં – હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર (HEC) ખતાતે પ્રદર્શન, મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર (MMCEC) ખાતે ઉદ્ઘાટન/સત્તાવાર કાર્યક્રમો અને સેમિનારો, અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કાર્યક્રમના પાંચેય દિવય દરમિયાન ઉપકરણો અને સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગોનું કૌશલ્ય બતાવતા લાઇવ ડેમોસ્ટ્રેશન અને પોરબંદરમાં ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના જહાજની મુલાકાત યોજાશે. આ ઉપરાંત, ગાંધીનગર અને અમદાવાદમાં ડ્રોન શો પણ આ કાર્યક્રમની વિશેષતા રહેશે. ગાંધીનગરમાં યોજાઇ રહેલો 1600 ડ્રોન સાથેનો ડ્રોન શો દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો રહેશે.

ડેફએક્સ્પો 2022 એ અગાઉની ઓર્ડનન્સ ફેક્ટરીઓમાંથી તૈયાર કરવામાં આવેલી સાત નવી સંરક્ષણ કંપનીઓની રચનાના એક વર્ષની ઉજવણીને અંકિત કરશે. આ તમામ કંપનીઓ પ્રથમ વખત ડેફએક્સ્પોમાં ભાગ લેશે.

ઈન્ડિયા પેવેલિયન – સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગનું મર્કી પેવેલિયન – સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનો, સ્ટાર્ટ-અપ્સ, સંરક્ષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતની નવીનતમ ટેકનોલોજી પરિપક્વતા દર્શાવશે અને 2047માં ભારતનું અમૃત કાળનું વિઝન રજૂ કરશે. તેને ‘ગૌરવ પથ’ (પાથ ટુ પ્રાઇડ) નામ આપવામાં આવ્યું છે. 50 થી વધુ સ્ટાર્ટ-અપ્સ આ પેવેલિયનમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો ઇવેન્ટમાં તેમના પેવેલિયન ગોઠવી રહ્યા છે. ડેફએક્સ્પો 2022 દરમિયાન MoU, ટેકનોલોજી ટ્રાન્સફર કરાર અને પ્રોડક્ટ લૉન્ચના સંદર્ભમાં 300 થી વધુ પાર્ટનરશીપને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

5 દિવસના કાર્યક્રમ દરમિયાન, પ્રથમ 3 દિવસ વિશિષ્ટ વ્યવસાયિક દિવસો રહેશે અને છેલ્લા 2 દિવસ એટલે કે 21 અને 22 ઓક્ટોબર 2022 સામાન્ય લોકો માટે રાખવામાં આવ્યા છે. રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો અને ગુજરાતના કોલેજ/શાળાના યુવાનોને પણ આ કાર્યક્રમના સાક્ષી બનવાની તક મળશે.

સંરક્ષણ મંત્રાલય ડેફએક્સ્પો-2022ની વેબસાઇટ (www.defexpo.gov.in) અને મોબાઇલ એપ iOS અને એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જેમાં રોજ-બ-રોજની ઘટનાઓ; સહભાગી પ્રદર્શકો; DPSU, સેમિનાર/વેબિનારના અતિથિ વક્તાઓ; પ્રકાશનો એટલે કે, ઈલેક્ટ્રોનિક પત્રિકા અને ઈ-પુસ્તકો; સ્થળો અને શહેરના હવામાનના નકશા અને દિશાનિર્દેશો અંગે વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવે છે.

Next Article