ગુજરાતમાં ત્રણ નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે 10.36 કરોડ રૂપિયાના કામોને મંજૂરી અપાઈ

|

Jul 16, 2022 | 7:20 PM

ગુજરાતમાં( Gujarat) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ત્રણ નગરપાલિકાઓને રૂ. ૧૦.૩૬ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંદર્ભમાં કચ્છની રાપર નગરપાલિકાને આંઢવારા તળાવનો વિકાસ કરવા માટે રૂ. ૩ કરોડ ૩૬ લાખની રકમ મંજૂર કરી છે.

ગુજરાતમાં ત્રણ નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે 10.36 કરોડ રૂપિયાના કામોને મંજૂરી અપાઈ
Gujarat Urban Developemt

Follow us on

ગુજરાતમાં(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  નગરો-મહાનગરોની આગવી ઓળખ ઊભી થાય તેવા વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના(Urban Development)  અન્વયે ત્રણ નગરપાલિકાઓને રૂ. ૧૦.૩૬ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંદર્ભમાં કચ્છની રાપર નગરપાલિકાને આંઢવારા તળાવનો વિકાસ કરવા માટે રૂ. ૩ કરોડ ૩૬ લાખની રકમ મંજૂર કરી છે. એટલું જ નહિ સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાના યોગ અને નોલેજ સેન્ટર નિર્માણના રૂ. ર.૯૪ કરોડના કામની તથા ભાવનગરની સિંહોર નગરપાલિકામાં ટાઉન હોલ બનાવવાના રૂ. ૪ કરોડ ૬ લાખના કામો હાથ ધરવા પણ મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરોમાં આગવી ઓળખના કામો હાથ ધરવા નગરપાલિકાની કક્ષા પ્રમાણે રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરે છે. તદઅનુસાર, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને બે વર્ષમાં રૂ. પાંચ કરોડ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૪ કરોડ, ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૩ કરોડ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ર કરોડ ફાળવવામાં આવે છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

મુખ્યમંત્રીએ જે ત્રણ નગરપાલિકાઓ રાપર, સિંહોર અને થાનગઢમાં આગવી ઓળખના કામો હાથ ધરવા રકમ ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં રાપર અને થાનગઢ ‘ક’વર્ગની નગરપાલિકાઓ તથા સિંહોર ‘બ’ વર્ગની નગરપાલિકાની કક્ષામાં આવે છે. આના પરિણામે, રાપરમાં આંઢવારા તળાવ ડેવલપમેન્ટના કામો માટે રૂ. ૩.૩૬ કરોડની દરખાસ્તમાંથી વધારાના ૩૬ લાખ નગરપાલિકાના સ્વભંડોળમાંથી ખર્ચ કરવાના રહેશે. સિંહોર નગરપાલિકામાં પણ મળવાપાત્ર ગ્રાન્ટ કરતાં વધારાના રૂ. ૬ લાખ નગરપાલિકાના સ્વભંડોળમાંથી ઉપયોગમાં લેવાના રહેશે

Next Article