Gandhinagar : આવતીકાલથી VCE કર્મીઓ આંદોલનના માર્ગે, 15 વર્ષથી અનેક પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નારાજગી

|

Sep 30, 2021 | 7:03 PM

મહત્વપૂર્ણ છે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો 2006થી પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા. જોકે આજદીન સુધી સરકારે તેમની રજૂઆતોને ધ્યાને ન લીધી હોવાના આરોપ સાથે હવે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે.

પાછલા 15 વર્ષથી સતત રજૂઆતો બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા, વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો હવે સરકાર સામે મોરચો માંડવા જઇ રહ્યા છે. સરકાર સામેની લડતના ભાગરૂપે આવતીકાલે રાજ્યના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો કામથી અળગા રહેશે. તો 5મી ઓક્ટોબરે કાળી પટ્ટી ધારણ કરીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવશે. જ્યારે 13મી ઓક્ટોબરે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થઇ સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરશે.

મહત્વપૂર્ણ છે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો 2006થી પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા. જોકે આજદીન સુધી સરકારે તેમની રજૂઆતોને ધ્યાને ન લીધી હોવાના આરોપ સાથે હવે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે. તો વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળને પગલે કાલથી શરૂ થતી મગફળીની ઓનલાઇન રજીસ્ટ્રેશનની કામગીરી પણ પ્રભાવિત થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે 1લીઓક્ટોબર થી રાજ્યના તમામ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરો દભય કર્મીઓ ઓનલાઇન કામગીરી બંધ રાખી હડતાળ કરવાનુ એલાન કરાયુ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006થી વીસીઈ તરીકે કામ કરતા કર્મીઓનું સરકારમાં શોષણ થઇ રહ્યું હોવાનો આરોપ મંડળ દ્વારા લગાવ્યો છે. અને રાજયના તમામ વીસીઇ કર્મીઓને સરકારી ધારાધોરણ મુજબ પગારધોરણ લાગુ કરી રક્ષણ આપવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત તમામ દભય કર્મીઓના પડતર પ્રશ્નોનું પણ નિરાકરણ ઝડપથી લાવવામાં આવે તેવી પ્રબળ માંગણી સરકાર સમક્ષ કરી હોવા છતાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી.

Published On - 7:00 pm, Thu, 30 September 21

Next Video