Gandhinagar : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટીમાં આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા કરોડોની ફાળવણી કરી

|

Nov 20, 2021 | 5:11 PM

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) ગુજરાતની(Gujarat) મુલાકાતે છે. શનિવારે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની(Gift City) મુલાકાત લીધી હતી.

Gandhinagar : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટીમાં આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા કરોડોની ફાળવણી કરી
કેન્દ્રીય નાણાપ્રધાન

Follow us on

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) ગુજરાતની(Gujarat) મુલાકાતે છે. શનિવારે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની(Gift City) મુલાકાત લીધી હતી.નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. GIFT સિટીના રોકાણકારો, સ્ટોક હોલ્ડર્સ સાથે કેન્દ્રીય મંત્રીએ બેઠક યોજી હતી.

જેમાં દેશના પહેલા આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સીટીને વેગવંતુ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી. સાથે જ વાઈબ્રન્ટ સમિટમાં GIFT સિટીમાં રોકાણકારોને આકર્ષવા કવાયત પણ હાથ ધરાઇ, સાથે જ પોલિસી મેકિંગ માટે પણ પરામર્શ કર્યો હતો.તથા, GIFT સિટીના વિકાસ માટેના પ્રશ્નો અને આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી. દેશના પ્રથમ એવા IFSCના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા હતા.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગિફ્ટ સીટીની મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરી હતી. જેમાં ગિફ્ટ સીટીમાં આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા 269.5 કરોડ રકમની ફાળવણી કરવામાં આવી છે. ગિફ્ટ સીટીમાં બિલ્ડીંગ હેડ ક્વાર્ટર બનાવવા 200 કરોડની ફાળવણીની જાહેરાત કેન્દ્રીય મંત્રીએ કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

 

886 એકરમાં ફેલાયેલું છે ગિફ્ટ સિટી

ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌ-પ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં ​​​​​​​​​​​​​​​​​​​​​આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ છે ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે.

 

આ પણ વાંચો : Indonesia Master: પીવી સિંધુની ઈન્ડોનેશિયા માસ્ટરની સફર સેમિફાઈનલમાં જ સમાપ્ત થઈ, ભારતની આશા હવે કિદામ્બી શ્રીકાંત પર ટકી

આ પણ વાંચો : કરતારપુર ગુરુદ્વારા પહોચેલા નવજોતસિંહ સિદ્ધુનુ વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ ઈમરાનખાન મારા મોટાભાઈ, પાકિસ્તાન તરફથી મને બહુ પ્રેમ મળ્યો

Published On - 3:08 pm, Sat, 20 November 21

Next Article