ગાંધીનગર : 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની તૈયારીઓ, 12 કંપનીઓ સાથે સરકારે MOU કર્યા

|

Nov 29, 2021 | 1:09 PM

સવારે સાડા અગિયારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તાએ MOU શરૂ કર્યાં હતાં. જેમાં માત્ર એક જ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ સાથે એક કે બે નહીં પરંતુ પાંચ- પાંચ MOU કરવામાં આવ્યાં હતાં.

રાજ્યની 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજાનારી છે. પરંતુ MoU કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવાઈ છે. દર સોમવારે સરકાર જુદી-જુદી કંપનીઓ સાથે MoU કરી રહી છે. આજે પણ સરકારે 12 કંપનીઓ સાથે હજારો કરોડો રૂપિયાના રોકાણના MoU કર્યા છે. જે અંતર્ગત મિત્સુ પ્રાઈવેટ લિમિટેડ અંદાજિત 5,000 કરોડનું રોકાણ કરશે. જેનાથી 15,000 લોકોને રોજગારી મળશે.

આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જુદા-જુદા 4 સ્થળે 3 હજાર 951 કરોડનું રોકાણ કરશે. જેનાથી 5 હજાર 415 લોકોને રોજગારી મળશે. આરતી ડ્રગ્સ લિમિટેડ 475 કરોડનું રોકાણ કરશે. જેનાથી 1 હજાર 70 લોકોને રોજગારી મળશે. ગુજરાત ફ્લુરોકેમિકલ્સ લિમિટેડ અંદાજે 2,000 કરોડનું રોકાણ કરશે. જેનાથી 1,450 લોકોને રોજગારી મળશે. એશિયન પેઈન્ટ્સ લિમિટેડ અંદાજે 1 હજાર 140 કરોડનું રોકાણ કરશે. જેનાથી 3 હજાર 900 લોકોને રોજગારી મળશે.

સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ અંદાજે 100 કરોડ રોકાણ કરશે. જેનાથી 300 લોકોને રોજગારી મળશે. નવીન ફ્લોરીન એડવાન્સ સાયન્સ અંદાજે 720 કરોડનું રોકાણ કરશે. જેનાથી 200 લોકોને રોજગારી મળશે.પ્રગ્ના સ્પેશિયાલિટી પ્રાઈવેટ લિમિટેડ અંદાજે 500 કરોડનું રોકાણ કરશે. જેનાથી 450 લોકોને રોજગારી મળશે. અને સ્ટીવફ હેલ્થ કેર પ્રાઈવેટ લિમિટેડ 117 કરોડનું રોકાણ કરશે. જેનાથી 500 લોકોને રોજગારી મળશે.

સવારે સાડા અગિયારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તાએ MOU શરૂ કર્યાં હતાં. જેમાં માત્ર એક જ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ સાથે એક કે બે નહીં પરંતુ પાંચ- પાંચ MOU કરવામાં આવ્યાં હતાં. આજે માત્ર 14 મિનિટમાં જ 14 હજાર કરોડના MOU થયા હતાં. 4 મિનિટ મુખ્યમંત્રીનું પ્રવચન ચાલ્યું હતું અને આખો કાર્યક્રમ માત્ર 18 મિનિટમાં જ પૂરો થઈ ગયો હતો. છેલ્લા બે સોમવારમાં કુલ 38 હજારના MOU કરવામાં આવ્યાં છે.જેમાં 65 હજારથી વધુ લોકોને રોજગારી આપવાની તત્પરતા દર્શાવવામાં આવી છે.

 

Next Video