Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી
હેતનું બંધન એટલે કે રક્ષાબંધનની ઉજવણી માટે મુખ્યમંત્રી નિવસ્થાને વિશેષ આયોજન કરાયું હતું. વિભાવરી દવે સહિતના મહિલા મંત્રીઓએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધીને આ પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
Gandhinagar : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી મુખ્યમંત્રીના નિવસ્થાને કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાંથી મહિલાઓ મુખ્યમંત્રીને રાખડી બાંધવા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે હેતનું બંધન એટલે કે રક્ષાબંધનની ઉજવણી માટે મુખ્યમંત્રી નિવસ્થાને વિશેષ આયોજન કરાયું હતું. વિભાવરી દવે સહિતના મહિલા મંત્રીઓએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધીને આ પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: Raksha Bandhan 2021: ઐશ્વર્યાથી લઈને રિદ્ધિમા કપૂર સુધી, બોલિવૂડ સેલેબ્સે રક્ષાબંધનની આ રીતે પાઠવી શુભેચ્છા
આ પણ વાંચો: Health Tips : ઑયલ પુલિંગ શું છે ? શરીર માટે કેવી રીતે છે ફાયદાકારક
Published on: Aug 22, 2021 01:47 PM