Gandhinagar : ગુજરાતની FDIમાં અનન્ય સિદ્ધિ, મૂડીરોકાણ ક્ષેત્રે હવે વિકસિત દેશો સાથે તુલના થવી જોઈએ : નીતિ આયોગના વાઇસ ચેરમેન

મુખ્યમંત્રીએ નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની આરોગ્ય લક્ષી કામગીરીથી માહિતગાર કર્યા

Gandhinagar : ગુજરાતની FDIમાં અનન્ય સિદ્ધિ, મૂડીરોકાણ ક્ષેત્રે હવે વિકસિત દેશો સાથે તુલના થવી જોઈએ  : નીતિ આયોગના વાઇસ ચેરમેન
Gandhinagar: Policy Commission Vice Chairman Rajiv Kumar holds important meeting with CM Rupani
| Edited By: | Updated on: Sep 07, 2021 | 12:56 PM

નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુજરાતની પોતાની મુલાકાત દરમિયાન મંગળવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીએ નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની આરોગ્ય લક્ષી કામગીરીથી માહિતગાર કર્યા

મુખ્યમંત્રી રૂપાણીએ આ બેઠકમાં નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મેટ્રો રેલ પ્રોજેક્ટ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાણી પુરવઠા,ડિજિટલ સેવા સેતુ સહિતના ક્ષેત્રમાં વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની સઘન આરોગ્ય લક્ષી કામગીરીને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની વિગતોથી માહિતગાર કર્યા હતા.

નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામિણ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતે એફ.ડી આઇ માં જે અનન્ય સિદ્ધિ મેળવી છે. તેની તુલના હવે વિશ્વના વિકસિત દેશોના પ્રદેશો સાથે થવી જોઈએ.

નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામિણ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કર્યો

રાજીવ કુમારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સ્થિત સી.એમ. ડેશબોર્ડથી થતી ડીજીટલ ગવર્નન્સની કામગીરી અને રાજ્ય સરકારના તમામ વિભાગોની કામગીરીનું રિયલ ટાઈમ મોનીટરીંગ, રાજ્ય સરકાર દ્વારા ધોલેરા SIRને સિંગાપોરથી મોટુ સ્માર્ટ સિટી બનાવવા માટેના આયોજન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની સરાહના કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને વરિષ્ઠ સચિવો બેઠકમાં ઉપસ્થિત રહ્યા

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સચિવ અશ્વિનિ કુમાર, અધિક મુખ્ય સચિવ (શહેરી વિકાસ) મુકેશ પુરી, અધિક મુખ્ય સચિવ (મહેસુલ) કમલ દયાની, અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) મનોજ અગ્રવાલ, અગ્ર સચિવ (ઉચ્ચ શિક્ષણ) એસ. જે. હૈદર, અગ્ર સચિવ(ઉર્જા) મમતા વર્મા, સચિવ (ગ્રામ વિકાસ) સોનલ મિશ્રા, સચિવ (કૃષિ) મનીષ ભારદ્વાજ, સચિવ (પાણી પુરવઠા) ધનંજય દ્વિવેદી, સચિવ (પ્રાથમિક શિક્ષણ) ડૉ. વિનોદ રાવ, સચિવ (આયોજન) રાકેશ શંકર, સચિવ (સાયન્સ એન્ડ ટેકનોલોજી) વિજય નહેરા, સચિવ (સિંચાઈ) એમ. કે. જાદવ અને સચિવ (પશુપાલન) નલિન બી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 12:49 pm, Tue, 7 September 21