Gandhinagar : PM Modi એ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇ -લેવલ બેઠક યોજી, સ્થિતિની કરી સમીક્ષા

|

Oct 31, 2022 | 10:12 PM

PM Modi એ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇ -લેવલ બેઠક યોજી છે. જેમાં તેમણે સ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા હાજર છે.

Gandhinagar : PM Modi એ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇ -લેવલ બેઠક યોજી, સ્થિતિની કરી સમીક્ષા
PM Modi Meeting

Follow us on

PM Modi એ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇ -લેવલ બેઠક યોજી છે. જેમાં તેમણે સ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા હાજર છે.

મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે. નોંધનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તારીખ 29  ઓક્ટોબરથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેમણે કેવડિયા  ખાતે સંબોધન  કરતા કહ્યું હતું કે  મારું મન મોરબી પીડિતોની સાથે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લીધો. એકતા દિવસ પર તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે મને ખૂબ દુખ છે. હું અહીં એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. હું દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. વડાપ્રધાને જણાવ્યુ કે આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુઃખની આ ઘડીમાં એક થવા અને આપણી ફરજના પથ પર રહેવા માટે શોક આપે છે.

મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો

મોરબી બ્રિજ દુર્ઘટનામાં હાલ તપાસનો ધમધમાટ તીવ્ર ગતિએ ચાલી રહ્યો છે. જેમાં પોલીસે પૂછપરછ બાદ ચાર લોકોની ધરપકડ અને પાંચની અટકાયત કરી છે. જેમાં મહત્વનું છે કે, પુલના કોન્ટ્રાકટર, મેનેજર, સિક્યુરિટી, ટિકિટ કાપનાર સહિતના 8 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ પોલીસે ગઇકાલે જ એસઆઇટીની રચના કરી હતી

આ મામલે પોલીસકર્મી પ્રકાશભાઇ દેકાવાડીયાએ મોરબી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આઇપીસી એક્ટ સેક્સન 304, 308 અને 114 કલમોના આધારે ફરિયાદ થઇ છે. આ ફરિયાદમાં 1) ઝુલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી 2) મેનેજમેન્ટ કરનાર એજન્સી 3) તપાસમાં ખુલે તે. આ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ મુજબ પુલના સમારકામ બાદ પુલની ક્વોલિટી ચેક કર્યા વગર અને યોગ્ય કાળજી રાખ્યા વગર નિષ્કાળજી અને બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે આ કરૂણાંતિકા મામલે નવું શું સામે આવે છે તે તપાસનો વિષય બન્યો છે. જેમાં પુલના સમારકામ કરતી એજન્સી, સમારકામનો કોન્ટ્રાક્ટ આપેલી કંપની અને તંત્રની નિષ્કાળજી જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.

Published On - 8:38 pm, Mon, 31 October 22

Next Article