ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપે 41 બેઠકો પ્રાપ્ત કરીને મહાનગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ છે. તો સુરત મહાનગરપાલિકામાં સારો દેખાવ કરી ચૂકેલ આમ આદમી પાર્ટીને ગાંધીનગર મહાનગરપાલિકામાં માત્ર એક જ બેઠક મળી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં જંગી બહુમતી મળ્યા બાદ, ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે, ભાજપે વિજ્યોત્સવ મનાવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા વિજ્યોત્સવમાં ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે, ગાંધીનગરના મતદારોનો આભાર માનતા કહ્યુ કે, સરકાર અને સંગઠન ગાંધીનગરમાં સુમેળભર્યુ કામ કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં આવે છે. તેમણે કરેલા કામને ધ્યાને લઈને મતદારોએ ભાજપને સત્તા સોપી છે. ગુજરાતના નવા મુખ્યપ્રધાન અને તેમના પ્રધાનમંડળને ગાંધીનગરે વધાવ્યુ છે. આપનુ નામ લીધા વિના પાટીલે કહ્યુ કે, ગુજરાતમાં ત્રીજા કોઈ પક્ષ માટે સ્થાન નથી તે આજે સાબિત થયુ છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યુ કે, વિધાનસભામાં 182 બેઠક જીતવાની છે ત્યારે ગાંધીનગરમાં કેમ ત્રણ બેઠક ઓછી આવી તેવો પ્રશ્ન પ્રદેશ પ્રમુખે પુછ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં વિજેતા થયેલા ભાજપના તમામ ઉમેદવારોએ, પ્રજાની વચ્ચે રહીને કલ્યાણલક્ષી કામ કરવાની સલાહ આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો.
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો. સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી. આ સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. પરંતુ આજે જેમ-જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો. જ્યારે આમ આદમી પાર્ટીનું પણ સુરસુરિયું થઈ ગયું. ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે.
2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે અને સરકારમાં નેતાગીરી બદલાયા બાદની પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિ મહત્વપૂર્ણ હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે. આ જ વિસ્તારમાંથી લાલકૃષ્ણ અડવાણી 21 વર્ષ સાંસદ રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી પણ ગાંધીનગરના સાંસદ રહ્યા હતા.
ભાજપે બહુમતી માટે જરૂરી 23 થી વધુ બેઠકો મેળવીને કોર્પોરેશન પર જીત મેળવી છે. જો કે આ દરમ્યાન રાજ્યના પાટનગર ગાંધીનગરના આપની એન્ટ્રી થઈ છે. જેમાં ગાંધીનગર વોર્ડ 6 માં ભાજપની પેનલ તૂટી છે અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
સુરત કોર્પોરેશનના જીત બાદ આમ આદમી પાર્ટીએ આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકા 40 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમજ હાલ એક બેઠક જીતીને આપે પાટનગરમાં પણ ખાતું ખોલી દીધું છે. ગાંધીનગર મહાનગરપાલિકા ચુંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મોટાભાગના વોર્ડમાં કોંગ્રેસને નુકશાન થયું છે. જયારે વોર્ડ નંબર 6 માં ભાજપને પણ નુકશાન થયું છે.
શહેરી મતદારોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષ્ફળ
નેતાઓના પક્ષપલટાથી કોંગ્રેસે જનાધાર ગુમાવ્યો
અગાઉ ચૂંટાયેલા નેતાઓની નબળી કામગીરી
કોંગ્રેસ પ્રજાનો અવાજ ઉઠાવવામાં સદ્દંતર નિષ્ફળ
કોંગ્રેસના કાર્યકરોની ચૂંટણી પ્રચારમાં ઉદાસિનતા
અયોગ્ય બુથ મેનેજમેન્ટથી કોંગ્રેસને નુકસાન
ચૂંટણી પ્રચાર અંગે કોંગ્રેસનું નબળું આયોજન
ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાઈ ગઈ કોંગ્રેસ
નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલન
પેજ કમિટી ફરી એકવાર નીવડી કારગર
11 વોર્ડને 3 કેટેગરીમાં વહેંચવાની ફોર્મ્યુલા સફળ
C કેટેગરીના વોર્ડમાં કરેલી મહેનત ફળી
પ્રશ્નોના ત્વરિત ઉકેલથી જન આશિર્વાદ મળ્યા
પ્રત્યેક વોર્ડની જવાબદારી એક-એક પ્રધાનને સોંપી
ઉમેદવારના અસંતોષનું યોગ્ય સમાધાન
પક્ષની આંતરિક જૂથબંધી દૂર કરાઇ
જૂના જોગીઓને લગાડ્યા હતા કામે
વિવિધ જ્ઞાતિના મોટા નેતાઓને સોંપાઇ હતી જવાબદારી
ગુજરાતમાં ગાંધીનગર મહાનગર પાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપે 44 બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી 23 થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો છે. આમ ભાજપે ગાંધીનગર મહાનગર પર જીત મેળવી લીધી છે.
ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી ભાજપે ત્રણ વોર્ડમાં સમગ્ર પેનલ સાથે જીત મેળવી છે. ભાજપે વોર્ડ નંબર 5,7 અને 9 માં જીત મેળવી છે. જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે. જો કે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જેના પગલે બપોર બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.
ગુજરાત ભાજપ ઓફિસ કમલમ ખાતે વિજય મહોત્સવ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સી.એમ. ભૂપેન્દ્ર પટેલ બપોરે કમલમ ખાતે પહોંચશે.
વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલનો વિજય થતા ભાજપે મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે જીતની ઉજવણી શરૂ કરી.
2010માં ગાંધીનગર મનપા અસ્તિત્વમાં આવી
2011માં પહેલી ચૂંટણી યોજાઈ હતી
11 વોર્ડની 33 બેઠકોમાંથી 18 કોંગ્રેસ, 15 ભાજપને મળી હતી
કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા બન્યા હતા પ્રથમ મેયર
અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં પહેલા જ કર્યો હતો બળવો
3 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના હાથમાં સત્તા ગઈ
મહેન્દ્રસિંહ રાણા 3 સભ્યો સાથે ભાજપમાં જોડાયા
ભાજપે મહેન્દ્ર સિંહ રાણાને મેયર તરીકે યથાવત્ રાખ્યા
4 વર્ષ પૂર્ણ થતાં કોર્ટ મેટર થઈ
કોર્ટ મેટર બાદ 1 વર્ષ મેયર તરીકે હંસા બા રહ્યા
એપ્રિલ 2016માં બીજી વખત ચૂંટણી યોજાઈ હતી
32 બેઠકોમાંથી બંને પક્ષને 16-16 બેઠક મળી હતી
તોડજોડની રાજનીતિ થઈ હતી અને ભાજપે સત્તા મેળવી
પ્રવીણ પટેલ ભાજપમાં ભળ્યા અને મેયર બન્યા
વર્ષ 2020માં થયું હતું નવું સીમાંકન
નવા સીમાંકન બાદ વોર્ડની સંખ્યા બદલાઈ
8 વોર્ડને બદલે હવે થયા 11 વોર્ડ
32 બેઠકોને બદલે 44 બેઠકો થઈ
કુલ 162 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
ભાજપના કુલ 44 ઉમેદવારો
કોંગ્રેસના પણ કુલ 44 ઉમેદવારો
આમ આદમી પાર્ટીના 40 ઉમેદવારો
મનપાની 22 બેઠકો મહિલા અનામત
5 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત
1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત
ગાંધીનગર વોર્ડ નંબર 1 મા ભાજપની પેનલ જીતી ,ચારેય ઉમેદવારો જીત્યા. ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત. ઉમેદવાર કિંજલ કુમાર પટેલ, કૈલાશ બહેન સુતરિયા, પદમસિંહ ચૌહાણ અને હેમાબહેન ભટ્ટની જીત.
આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે, જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે.
મહિલાઓ કરતાં પુરુષોએ વધુ મતદાન કર્યું. પુરુષોની મતદાન ટકાવારી 59.27 ટકા રહી, જ્યારે 53.23 ટકા મહિલાઓએ મતદાન કર્યું. વોર્ડ નંબર-7 માં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-1 માં 66 ટકા, વોર્ડ નંબર બેમાં 64 ટકા અને વોર્ડ નંબર-4 અને 11 માં 61-61 ટકા મતદાન નોંધાયું હતું.
Published On - 10:40 am, Tue, 5 October 21