Gandhinagar : તરછોડાયેલ બાળક મળવાની ઘટનામાં ગૃહ રાજયપ્રધાને આપ્યા તપાસના આદેશ, માતાપિતાની શોધખોળ કરી લેવાશે : હર્ષ સંઘવી

|

Oct 09, 2021 | 2:35 PM

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા નજીકથી બિનવારસ હાલતમાં બાળક મળી આવ્યું છે. હાલમાં સ્થાનિક ભાજપના મહિલા કોર્પોરેટર અને મહિલા પોલીસ બાળકની સંભાળ લઈ રહ્યા છે.

ગાંધીનગરના પેથાપુરથી બાળક બિનવારસી બાળક મળવાની ઘટનામાં ગૃહ રાજ્યપ્રધાને ઝડપી તપાસ કરવાના આદેશ આપ્યા છે. હર્ષ સંઘવી દાવો કર્યો છે કે બાળકને મૂકી જનાર અને તેના માતા-પિતાને આજ સાંજ સુધીમાં પકડી પાડવામાં આવશે. તેઓ આજે આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળકની સાથે જ રહેશે. તેમણે બીજા તમામ કાર્યક્રમો રદ કરીને આજે બાળકની સાથે સિવિલ હોસ્પિટલમાં રહેવાનો નિર્ણય કર્યો છે.

તેઓ સિવિલમાં દેખરેખ હેઠળ રહેલા બાળકની સાર સંભાળ કેવી ચાલી રહી છે તેની માહિતી મેળવવા પહોંચ્યા હતા. બાદમાં તેમણે ત્યાંજ રોકાવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું કે- બાળક સ્વસ્થ છે. તેને ન્યાય અપાવવા માટે પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગેલી છે..અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસમાં જોડાવા સૂચના અપાઈ છે. અન્ય રાજ્યોની પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા નજીકથી બિનવારસ હાલતમાં બાળક મળી આવ્યું છે. હાલમાં સ્થાનિક ભાજપના મહિલા કોર્પોરેટર અને મહિલા પોલીસ બાળકની સંભાળ લઈ રહ્યા છે. ઘટનાને 12 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે. પરંતુ માતા-પિતા કે કોઈ સગુ-વ્હાલુ બાળકને લેવા આવ્યું નથી. બાળક કયા વિસ્તારનું છે? કોનું છે? શા માટે તરછોડી દેવાયું? આ તમામ સવાલોનો ભેદ ઉકેલવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ છે.

ઘટનાના CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા છે. પણ તેમાં બાળકને મૂકી જનાર સ્પષ્ટ દેખાતો ન હોવાથી પોલીસને તેની શોધખોળ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે પોલીસ આસપાસના વિસ્તારો સહિત શંકાસ્પદ સ્થળોએ બાળકને મૂકી જનારની શોધખોળ કરી રહી છે. રાત્રે જ્યારે બાળક રડી રહ્યું હતું ત્યારે તેને સૌથી પહેલા જોનાર ગૌશાળાના એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.

Next Video