Gandhinagar : સચિવાલયના વિભાગોમાં RTI અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે, મુખ્યમંત્રીએ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો

|

Nov 30, 2021 | 3:17 PM

રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

Gandhinagar : સચિવાલયના વિભાગોમાં RTI અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે, મુખ્યમંત્રીએ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો
સીએમ ભૂપેન્દ્ર પટેલ

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે.

સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે, અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો છે. સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવાયેલી ઓનલાઇન આર.ટી.આઇ વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે.

તદ્દઅનુસાર, સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે.પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહિ, માહિતી મેળવવાના અધિકારનું સુદ્રઢીકરણ પણ થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.

આ વેબ પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, એ.આર.ટી.ડી સચિવ ધનંજય દ્વિવેદી, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા, સંયુક્ત સચિવ કે. રાજેશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બનતા આનંદ મહિન્દ્રાએ કહ્યું, ‘આ ભારતીય CEO વાયરસ છે અને તેની કોઈ રસી નથી’, વિશ્વની અનેક કંપનીમાં ભારતીય મૂળના CEO

આ પણ વાંચો : WTC Points Table: ટીમ ઇન્ડિયાને કાનપુર મેચ ડ્રો રહેવાનુ નુકશાન, બાંગ્લાદેશ સામે જીત મેળવતા પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં ભારત થી આગળ થયુ

Next Article