GANDHINAGAR : CM નિવાસસ્થાને શિક્ષણવિભાગની મહત્વપૂર્ણ બેઠક, ધોરણ-6 થી 8 ના ઓફલાઈન વર્ગો અંગે લેવાઈ શકે છે નિર્ણય

|

Aug 17, 2021 | 2:12 PM

રાજ્યમાં ધોરણ-6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

GANDHINAGAR : રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ હાજર છે. રાજ્યમાં ધોરણ-6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા આશરે દોઢ વર્ષ બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ ધોરણ-9 થી 12 સુધીના વર્ગોનું જ ઓફલાઈન શિક્ષણ શરૂ છે, જયારે ધોરણ-6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં નથી. જો કે આ વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ છે, પણ આ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યાં છે કે જલ્દી જ શાળાઓ તેમજ ઓફલાઈન વર્ગો શરૂ થાય. હવે વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યાં છે કે તેમને જલ્દી જ શાળાના વાતાવરણમાં અભ્યાસ કરવા મળે.

ત્યારે આજની શિક્ષણવિભાગની બેઠક બાદ આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા રાજ્યના શિક્ષણપ્રધાને સૂચક નિવેદન આપ્યું હતું કે ધોરણ-6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય 15 ઓગષ્ટ બાદ લેવામાં આવશે. આવતીકાલે 18 ઓગષ્ટે રાજ્યની કેબીનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો : AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાળ, જાણો શું છે કારણ

આ પણ વાંચો : RAJKOT :શહેરીજનોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થયાનો RMCનો દાવો, પાત્રતા ધરાવતા 93 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો

Published On - 1:07 pm, Tue, 17 August 21

Next Video