Gandhinagar : આજે રાજ્ય ચૂંટણી કમિશનની યોજાશે બેઠક, ચૂંટણી અંગે મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે

|

Jul 13, 2021 | 1:21 PM

રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી ડિસેમ્બરમાં ચૂંટણી યોજવા અંગે આજે રાજ્ય ચૂંટણી આયોગની બેઠક યોજવામાં આવશે. કોરોનાને કારણે સ્થગિત થયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ નિર્ણય લેવામાં આવશે.

ગાંધીનગરમાં આજે રાજ્ય ચૂંટણી કમિશનની (Election Commission) બેઠક યોજાશે. આ બેઠકમાં જે નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઈ રહી છે, તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં થરા અને ઓખા નગરપાલિકાની (Municipality) મુદ્દત પૂર્ણ થવાની છે. ઉપરાંત, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પણ કોરોના કારણે સ્થગિત થઈ હતી. ત્યારે કોરોના બાદ મળેલી આ બેઠકમાં ચૂંટણીને (Election) લઈને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.

આજે સાંજે યોજાનારી આ બેઠકમાં વર્તમાન સમયની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત, ડિસેમ્બરના અંત સુધીમાં 10,000 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

જ્યારે, કોરોનાને કારણે ગાંધીનગર મનપાની (Gandhinagar Municipal Corporation) ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે, ત્યારે બેઠકમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત, આગામી ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat : ધાર્મિક મહોત્સવમાં ભૂલાયા કોરોનાનાં નિયમો, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપે તેવા દ્રશ્યો, જુઓ વીડિયો

આ પણ વાંચો : Panchmahal: કાલોલ GIDCની ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

Next Video