ગાંધીનગર: ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાં રૂપિયા 1 કરોડ કરતાં વધુની રકમની ઉચાપતની ફરિયાદ

|

Jan 18, 2021 | 8:07 PM

ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. પ્લાનીંગ અધિકારી સામે આ ઉચાપત કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વિગતો મુજબ રૂપિયા 1 કરોડ કરતા વધુની રકમની આ કૌભાંડમાં ઉચાપત થઈ છે.

ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. પ્લાનીંગ અધિકારી સામે આ ઉચાપત કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વિગતો મુજબ રૂપિયા 1 કરોડ કરતા વધુની રકમની આ કૌભાંડમાં ઉચાપત થઈ છે. જે બાબતે તત્કાલીન કલેક્ટરે જીએડીના પ્લાનીંગ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. સાબરકાંઠાના પ્લાનીંગ અધિકારી પરેશ જોશીએ આ ઉચાપત કર્યાની ફરિયાદ થઈ છે. જેમાં ખોટા બિલોના આધારે ઉચાપત થઈ હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ હવે પ્લાનીંગ વિભાગના સેક્રેટરીએ આ કેસમાં તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે અગાઉ પ્લાનીંગ અધિકારી પરેશ જોશીએ ધારાસભ્ય અશ્વિન કોટવાલની ગ્રાન્ટમાં પણ ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે આ જ અધિકારી સામે વધુ એક ફરિયાદ થઈ છે. જેથી ફરિયાદના આધારે તેમની તાત્કાલીક બદલી કરી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો: ટ્રેકટર રેલીને લઈને સુપ્રીમ કોર્ટની ટીપ્પણી પર બોલ્યા ખેડૂત નેતા ‘આ અમારી જીત છે’

Published On - 8:06 pm, Mon, 18 January 21

Next Video