Gandhinagar : કલોલની કર્મભૂમિ સ્કીમમાં પ્લોટને બારોબાર વેચવાનું કૌભાંડ, કોર્ટમાં નવ લોકો સામે ફરિયાદ

|

Mar 13, 2021 | 4:59 PM

Gandhinagar :  કલોલના વાયના ખાતે આવેલી કર્મભૂમિ સ્કીમમાં બારોબાર પ્લોટ વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે.  જેની કલોલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં બિલ્ડર રૂપેશ ઠક્કર સહિત 9 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.

Gandhinagar :  કલોલના વાયના ખાતે આવેલી કર્મભૂમિ સ્કીમમાં બારોબાર પ્લોટ વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે.  જેની કલોલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં બિલ્ડર રૂપેશ ઠક્કર સહિત 9 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ કો.ઓ. સોસાયટીના ઓડિટર એસ.એસ.લોદી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સોસાયટીના સભ્યોના નામ રેકોર્ડમાંથી ચેડાં કરી નામ દૂર કરી તેમને વેચેલા પ્લોટ બારોબાર અન્ય લોકોને પધરાવી દીધાનો આરોપ છે. આ કેસમાં આશરે 138 સભ્યોના નામ રેકોર્ડમાંથી દૂર કરીને કરોડો રૂપિયાના પ્લોટ અન્ય લોકોને વેચી 100 કરોડથી વધુનું કૌભાંડ કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

 

Next Video