Gandhinagar: ઓમિક્રોનને પગલે કલેક્ટરનું જાહેરનામું, વિદેશી લોકોએ આ ગાઇડલાઇડનું કરવું પડશે પાલન

|

Dec 06, 2021 | 12:31 PM

આવતા મહિને ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Summit 2022) યોજાવાની છે. તો બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ તોળાઈ રહ્યું છે. આવામાં વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને 7 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે.

Gandhinagar: ઓમિક્રોનને પગલે કલેક્ટરનું જાહેરનામું, વિદેશી લોકોએ આ ગાઇડલાઇડનું કરવું પડશે પાલન
ગાંધીનગર : કલેક્ટર

Follow us on

Gandhinagar: ઓમિક્રોનના(OMICRON) પગપેસારાને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. આ મામલે ગાંધીનગર કલેકટરે (Gandhinagar Collector)જાહેરનામું બહાર પાડયું છે. આ ગાઇડલાઇન પ્રમાણે UK , બ્રાઝીલ સહિત 8 દેશોમાંથી આવતા લોકોને હવે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. RTPCR ટેસ્ટ પોઝિટિવ આવશે તો હેલ્થ સેન્ટરમાં આવા તમામ લોકોને લઇ જવામાં આવશે. તો ટેસ્ટ નેગેટિવ આવશે તો 8 દિવસ કવોરન્ટાઇન રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. વ્યક્તિ જાતે ખર્ચો કરીને પણ રહી શકે છે. જેની માટે 1 હોટેલની ફાળવણી કરાઈ છે. તો આવા લોકો માટે હોમ ક્વોરરન્ટાઇનની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

અત્યાર સુધી 1 ડિસેમ્બરથી 8 પ્રવાસીઓ ગાંધીનગર રિસ્ક ઝોનમાંથી આવ્યા છે. તમામ લોકો ક્વોરન્ટાઈન છે. કોરોનાની 3જી લહેરને ધ્યાનમાં લઇ ગાંધીનગરમાં આશકા હોસ્પિટલમાં ડેઝીગનેટ કરાઈ છે. આ મામલે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યાએ tv9 સાથે વાતચીત કરી હતી.


વાઇબ્રન્ટ સમિટને લઇને પણ કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આવતા મહિને ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Summit 2022) યોજાવાની છે. તો બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ તોળાઈ રહ્યું છે. આવામાં વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને 7 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લામાં 11 દેશોમાંથી આવતા કોઈપણ નાગરિકને “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ”ના ત્રિ-સૂત્ર સિદ્ધાંત અનુસાર રોગના દર્દીને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

જેમાં યુરોપીયન દેશો સહિત 11 દેશોમાંથી આવતા તમામ નાગરિકોને ભારત સરકારની એસઓપી મુજબ એરપોર્ટના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ્યા બાદ 11 દેશોમાંથી પરત આવેલા નાગરિકોને ફરજિયાત 7 દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઈન થવાનું રહેશે. અને આઠમાં દિવસે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.

જો ટેસ્ટ નેગેટિવ હોય તો પણ 7 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. કલેક્ટરના જાહેરનામાની સીધી અસર એક મહિના પછી ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ પર થશે. જેમાં 11 દેશોમાંથી આવતા મહેમાનોને પણ નિયમનું પાલન કરવાનું રહેશે. આ 11 દેશોમાં યુનાઈટેડ કિંગડમ સહિત યુરોપીયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચાઈના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.

Published On - 11:55 am, Mon, 6 December 21

Next Article