ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની હાઇકોર્ટમાં અરજી

|

Oct 28, 2021 | 6:45 PM

આશ્રમમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં તેવી પણ તુષાર ગાંધીએ રજુઆત કરી છે. સરકાર આશ્રમને હસ્તગત કરી રહી છે તે ગેરકાયદે હોવાની રજુઆત કરી છે. આશ્રમના બંધારણમાં ઠેરવ્યું છે કે સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં.

ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની હાઇકોર્ટમાં અરજી
Gandhiji's great grandson Tushar Gandhi's petition in the High Court on the issue of re-development of Gandhi Ashram

Follow us on

ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલોપમેન્ટ ના થઇ શકે તેવી રજુઆત કરી છે. આશ્રમનું રિડેવલોપમેન્ટ કરવાથી ગાંધીજીના સિદ્ધાંતોનું હનન થશે અને ગાંધીવાદીઓની લાગણી દુભાશે તેવી રજુઆત કરાઈ છે.

ગાંધીજીના સાબરમતી આશ્રમના રિડેવલોપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી મેદાને આવ્યા છે. ગાંધી આશ્રમનું રિડેવલોપમેન્ટ ના કરવા માટે તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલોપમેન્ટ ના થઇ શકે તેવી રાજુઆત કરી છે. ગાંધી આશ્રમનું મૂળ સ્વરૂપ બદલાશે તો ગાંધીવાદીઓની લાગણી દુભાશે. જો ગાંધી આશ્રમના મૂળ સ્વરૂપમાં ફેરફાર થશે તો ગાંધી આશ્રમનું મૂલ્ય ઘટી જશે.

આશ્રમમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં તેવી પણ તુષાર ગાંધીએ રજુઆત કરી છે. સરકાર આશ્રમને હસ્તગત કરી રહી છે તે ગેરકાયદે હોવાની રજુઆત કરી છે. આશ્રમના બંધારણમાં ઠેરવ્યું છે કે સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. આ અંગે ગાંધીજીના વણાટગુરૂ રામજી બઢીયાના પ્રપૌત્ર જનેશ બઢીયાએ જણાવ્યું હતું કે ગાંધી આશ્રમનું રિડેવલોપમેન્ટ કરવું યોગ્ય નથી.ગાંધીજીના વિચારો સમગ્ર વિશ્વ સુધી ફેલાયેલા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ માટે કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાનો પ્રોજેકટ શરૂ કર્યો છે. જેમાં વિશ્વસ્તરીય મુય્ઝિયમ તેમજ અદ્યતન ઓડિયો-વિઝ્યુલ લાયબ્રેરી સાથે આ નવવિકસિત સંકુલની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે. સાબરમતી આશ્રમની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે. સાથે સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન પણ બનાવવામાં આવશે. 264 આશ્રમવાસીઓના સ્થળાંતર માટે વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે.

264 આશ્રમવાસીઓમાંથી 121 આશ્રમવાસીઓને 60-60 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. જ્યારે 107 આશ્રમવાસીઓને આશ્રમ નજીક મકાન આપવામાં આવ્યા છે. સ્થાનિક સંકલન સમિતિએ તુષાર ગાંધીની અરજી સામે વિરોધ કર્યો છે. આશ્રમવાસીઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટની તરફેણમાં છે. આશ્રમવાસીઓનું કહેવું છે કે સરકાર દલિત આશ્રમવસીઓની પડખે આવી છે. આશ્રમવાસીઓને મકાન આપ્યા છે.

અગાઉ આશ્રમવાસીઓને અન્યત્ર ખસેડવા અંગે આશ્રમવાસીઓ વિરોધ કરી રહ્યા હતા. પરંતુ સરકારે સ્થાનિક આશ્રમવાસીઓની સંકલન સમિતિ બનાવી સ્થળાંતર માટે વિશેષ પેકેજ આપ્યું. ત્યારે તુષાર ગાંધીએ કરેલી અરજીમાં એવી રજુઆત કરાઈ છે કે વર્ષોથી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓને અન્યત્ર ખસેડવા ગેરબંધારણીય છે. ગાંધીવાદીઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. જયારે આશ્રમવાસીઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટની તરફેણ કરી રહ્યા છે.

Next Article