Godhra કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલા 4 દર્દીઓના અંતિમ સંસ્કારના વીડિયો આવ્યા સામે

|

Mar 27, 2021 | 5:03 PM

લાગે છે કોરોનાનું એપી સેન્ટર ગુજરાત બની જશે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જેને લઈને ગુજરાતમાં 200થી વધુ કેસ આવી રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાની સંક્રમિત થયેલા લોકોનો આંકડો 3 લાખ સુધી પહોંચવા આવ્યો છે

લાગે છે કોરોનાનું એપી સેન્ટર ગુજરાત બની જશે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જેને લઈને ગુજરાતમાં 200થી વધુ કેસ આવી રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાની સંક્રમિત થયેલા લોકોનો આંકડો 3 લાખ સુધી પહોંચવા આવ્યો છે તો બીજી તરફ કોરોનાના સંક્ર્મણને અટકાવવા માટે કોરોનાનું રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ગોધરાના (Godhra) મૃતકોનો અંતિમ સંસ્કારનો વીડિયો સામે આવ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલ કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા ચાર દર્દીના મોત નિપજ્યા હતા. જિલ્લા આરોગ્ય શાખાએ દૈનિક કામગીરી સૂચિમાં મૃતકોનો આંક જાહેર કર્યો ના હતો.

 

કોવિડ ગાઈડલાઈન મુજબ મૃતકોના કરવામાં આવેલ અંતિમ સંસ્કારના વીડિયો સામે આવ્યા છે. ત્રણ મૃતકોના હિન્દૂ રિતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે એક મૃતકના મુસ્લિમ રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગની કબૂલાત સામે આવી છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ કોરોના દર્દી પૈકી બે પોઝિટીવ બે નેગેટિવ હતા.

 

 

ગુજરાતમાં Coronaના કેસોનો રાફડો ફાટ્યો છે. જેમાં આજે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યાએ 2000નો આંક પાર કરી લીધો છે. જેમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 2,190 કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે અને છ લોકોના કોરોનાના લીધે મોત થયા હતા. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક પણ 10,000ને પાર પહોંચી ગઈ છે.

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Coronaના સામે આવેલા આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 613, સુરતમાં 745, વડોદરામાં 187, રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 40, જામનગરમાં 47, ગાંધીનગરમાં 40 કેસ, જૂનાગઢમાં 9, પાટણમાં 45, મહિસાગરમાં 25, નર્મદામાં 25, દાહોદમાં 20, કચ્છમાં 20, ખેડા, મહેસાણા-19, સુરેન્દ્રનગરમાં 17, આણંદમાં 15, સાબરકાંઠામાં 15, ભરૂચમાં 13 , પંચમહાલમાં 13 અને નવસારીમાં 12 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના 10,134 એક્ટિવ કેસ છે. જેમાંથી 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમજ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4,479 લોકોનાં મોત થયા છે.

 

આ પણ વાંચો: કોરોના સંક્રમણને અટકાવવા માટે હોળીના તહેવાર પર વિશ્વ વિખ્યાત JalaramTempleના દરવાજા રહેશે બંધ

Next Video